જાણીતી એફએમસીજી (FMCG) કંપની ડાબર ઇન્ડિયા (Dabur India) ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં મોટી ખામીઓ હોવાનો દાવો અમેરિકન રેગ્યુલેટર USFDA (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા કરવામાં આવ્યો છે. USFDA ના અહેવાલ અનુસાર, ડાબર ઇન્ડિયાના દાદરા અને નગર હવેલી (સિલવાસા) સ્થિત પ્લાન્ટમાં મેન્ટેનન્સ, ડેટા ઇન્ટિગ્રિટી અને પ્રોડક્શનને લગતી ગંભીર બેદરકારી સામે આવી છે.
આ અહેવાલ સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતો થતાં જ મંગળવારે ડાબર ઇન્ડિયાના શેરમાં 4 ટકા સુધીનો મોટો કડાકો જોવા મળ્યો હતો.
વેરહાઉસમાં મળી ગંદકી અને નકલી રેકોર્ડનો આક્ષેપ
USFDA એ પોતાની તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે:
-
કંપનીના રો-મટીરિયલ વેરહાઉસમાં પેકેજિંગ મટીરિયલની બિલકુલ નજીક પક્ષીઓની અગાંઠ (ચરક) જોવા મળી હતી.
-
કંપનીના આંતરિક રેકોર્ડમાં સેમ્પલ્સને ‘પાસ’ બતાવવામાં આવ્યા હતા, પરંતુ એફડીએ (FDA) ના ઇન્સ્પેક્ટરોને તપાસ દરમિયાન સેમ્પલ્સમાં ખામી (કોન્ટામિનેશન) મળી આવી હતી.
-
એવો પણ આક્ષેપ કરાયો છે કે મંજૂરી વગરના અન્ય પ્રોડક્ટ્સ બનાવવા માટે ઉપકરણોનો ઉપયોગ થતો હતો અને તેને છુપાવવા નકલી મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ તપાસ જાન્યુઆ્રી 2026 માં કરવામાં આવી હતી, કારણ કે અમેરિકાના બજારમાં ડાબરના આયુર્વેદિક અને હેલ્થકેર પ્રોડક્ટ્સ મોટા પ્રમાણમાં સપ્લાય થાય છે.
ડાબર ઇન્ડિયાના શેરમાં ભારે ઉતાર-ચઢાવ
આ નકારાત્મક સમાચારને કારણે મંગળવારે શેરબજારમાં ડાબરના શેર બીએસઈ (BSE) પર ગગડીને 420.35 રૂપિયાના સ્તરે ખૂલ્યા હતા. કારોબાર દરમિયાન શેર 419.90 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. જોકે, બજાર બંધ થતી વખતે તેમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. ડાબરના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 576.80 રૂપિયા અને લો લેવલ 401.05 રૂપિયા છે.
ડાબર ઇન્ડિયાએ આપી સફાઈ, જાહેર કર્યું સત્તાવાર નિવેદન
USFDA ના આરોપો બાદ ડાબર ઇન્ડિયાએ શેરબજારને લેખિતમાં પોતાનું સત્તાવાર નિવેદન મોકલ્યું છે. કંપનીએ પોતાની સફાઈમાં જણાવ્યું છે કે:
ડાબરનું નિવેદન: “સિલવાસા પ્લાન્ટમાં એક્સપોર્ટ (નિકાસ) કરવા માટે પેટ્રોલિયમ જેલી બનાવવામાં આવે છે. જાન્યુઆરી 2026 માં USFDA ની ટીમ અહીં તપાસ માટે આવી હતી. તેમને પ્લાન્ટના એક ભાગમાં પક્ષીઓની અગાંઠ મળી હતી, પરંતુ તે પ્રોડક્શન એરિયા (જ્યાં પ્રોડક્ટ બને છે) તેનાથી ઘણો દૂર હતો. USFDA ની તપાસમાં પ્રોડક્ટની ક્વોલિટીમાં કોઈ ખામી જોવા મળી નથી. રેગ્યુલેટર દ્વારા જે પણ સૂચનો આપવામાં આવ્યા છે, કંપની તેનું પૂરેપૂરું પાલન કરી રહી છે.”
કંપનીએ ગ્રાહકો અને રોકાણકારોને ભરોસો અપાવ્યો છે કે પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
<
