વર્ષ 2007માં આવેલી આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ (Taare Zameen Par) આજે પણ લોકોની ફેવરિટ છે. આ ફિલ્મમાં ઈશાનના બેસ્ટ ફ્રેન્ડ ‘રાજન’ નું પાત્ર ભજવનાર બાળક યાદ છે? જે બેસાખીના સહારે ચાલતો હતો છતાં તેની સ્મિતે લોકોના દિલ જીત્યા હતા. આ પાત્ર ભજવનાર કલાકારનું નામ તનય છેડા (Tanay Chheda) છે.
ઓસ્કાર વિનિંગ ફિલ્મમાં પણ ચમક્યો હતો તનય (રાજન)
તનય છેડા માત્ર એક ફિલ્મ પૂરતો સીમિત નહોતો. તેનો ફિલ્મી સફર ખૂબ જ શાનદાર રહ્યો છે:
-
નાનો શાહરૂખ: તનયે વર્ષ 2006માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડોન’ માં કામ કર્યું હતું. ત્યારબાદ ‘માય નેમ ઈઝ ખાન’ માં તેણે નાના રિઝવાન ખાનનું પાત્ર ભજવ્યું હતું.
-
ગ્લોબલ સક્સેસ: વર્ષ 2008માં ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ માં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ માટે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ મળ્યા હતા.
હવે 29 વર્ષનો હેન્ડસમ યુવાન બની ગયો છે
27 જૂન 1996ના રોજ મુંબઈમાં જન્મેલો તનય હવે 29 વર્ષનો થઈ ગયો છે. ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ તેણે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આજે તે એટલો બદલાઈ ગયો છે કે તેને ઓળખવો પણ મુશ્કેલ છે.

લગ્ન અને અંગત જીવન
તનય છેડા હવે પરિણીત છે. વર્ષ 2023માં તેણે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ યુવિકા સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તે અવારનવાર તેની પત્ની સાથેની સુંદર તસવીરો શેર કરતો રહે છે.
અભિનયમાં વાપસી
લાંબા સમય સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ તનયે ફરી એકવાર એક્ટિંગમાં એન્ટ્રી કરી છે. વર્ષ 2024માં તે વેબ સિરીઝ ‘કેડેટ્સ’ (Cadets) માં જોવા મળ્યો હતો. એક્ટિંગની સાથે સાથે તે હવે એક લેખક (Writer) તરીકે પણ કામ કરી રહ્યો છે.
