Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વડોદરા: PM મોદીના રોડ શો પૂર્વે હંગામો; કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો, પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!

ડોદરામાં PM મોદીના રોડ શો પહેલા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના મહેમાન બન્યા છે. વડોદરામાં પીએમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ પીએમના આગમન પહેલા જ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!

વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કોર્પોરેટર નેતા આશિષ જોશીએ જણાવ્યું કે, તેમના ઘરની બહાર સાદા ડ્રેસમાં પોલીસનો પહેરો ગોઠવી દેવાયો હતો. જ્યારે આશિષ જોશીએ પોલીસકર્મીઓને સવાલો પૂછ્યા, ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક પોલીસકર્મી તો સવાલોથી બચવા માટે નજીકના મંદિરના ટોયલેટમાં જઈને છુપાઈ ગયો હતો.  મીડિયાના કેમેરા સામે આવતા જ પોલીસકર્મીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક પોલીસકર્મી તો સવાલોથી બચવા નજીકના મંદિરના ટોયલેટમાં ઘૂસી ગયો હતો. કોર્પોરેટરે વારંવાર બૂમો પાડી દરવાજો ખખડાવતા જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેણે વિચિત્ર બહાનું કાઢ્યું હતું. પોલીસકર્મીએ દાવો કર્યો કે, “હું તો મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને ટોયલેટ લાગતા અંદર ગયો હતો.”

બૂટ પહેર્યા વગર જ પોલીસની દોડ

જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર  વારંવાર દરવાજો ખખડાવ્યો ત્યારે પોલીસકર્મી બહાર આવ્યો હતો. તેણે બહાનું કાઢ્યું કે તે મહાદેવના દર્શન કરવા આવ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે અન્ય એક પોલીસકર્મી સવાલોના જવાબ આપવાને બદલે પોતાના બૂટ પહેર્યા વગર જ રોડ પર દોડતો દેખાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

હરણી બોટ દુર્ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર

આશિષ જોશીએ હરણી લેક ઝોન દુર્ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “સરકાર રોડ શો કરી રહી છે, પરંતુ હરણી દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોત થયા તેમને ન્યાય ક્યારે મળશે?” તેમણે પીએમ ના પ્રવાસ દરમિયાન વિપક્ષના નેતાઓને નજરકેદ રાખવાની નીતિની પણ ટીકા કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

રોબર્ટ વાડ્રાને હાઈકોર્ટ તરફથી ઝટકો: શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં રાહત મળી નહીં, 16 મેના રોજ હાજર થવું પડશે

praxpatel

વાયનાડની સ્કૂલમાં 150 બાળકો બીમાર પડ્યા: એક સપ્તાહની રજા જાહેર

praxpatel

PM મોદીની રેલી પહેલા કોલકાતામાં હિંસા: BJP અને TMC વચ્ચે પથ્થરમારો, અનેક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

praxpatel