Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચારબિઝનેસ

સુરત: મિલેનિયમ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

સુરતના કમેલા દરવાજા રિંગ રોડ પર આવેલી મિલેનિયમ કાપડ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હાલ આગ કાબૂ મેળ્યો છે.

સુરત: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા કમેલા દરવાજા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી ‘મિલેનિયમ કાપડ માર્કેટ’માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર સહિત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ધર્યો હતો, ત્યારે હાલ આ આગ કાબૂમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મિલેનિયમ કાપડ માર્કેટમાં લાગેલી આગ હાલ વિકરાળ બની હતી. સિંથેટિક પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું કાપડ આ માર્કેટમાં પડ્યું હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી, જેને પગલે માર્કેટમાં ચારેતરફ ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડો ઉડતો જોઈ આસપાસના રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. આગ એટલી પ્રચંડ છે કે તેના દ્રશ્યો જોઈને કોઈ પણ હચમચી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

કાપડ માર્કેટમાં આગ લાગી હોવાનો ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓની લાઈનો લાગી હતી અને ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, કાપડનો જથ્થો વધુ હોવાથી આગ વધુ બેકાબૂ બની હતી, જેને ઠારવા માટે ફાયર ફાયટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ત્યારે હાલ આ આગ કાબૂમાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે

આગની ઘટનાથી માર્કેટમાં હાલ અફરાતફરીનો માહોલ હતો. ભારે ધુમાડાને કારણે ત્યાં હાજર લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ ગંભીર બનતા વેપારીઓ પણ પોતાની દુકાનો બચાવવા અને આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની મદદમાં જોડાયા હતા.

નોંધનીય છે કે, મિલેનિયમ માર્કેટ જેવી મોટી કાપડ માર્કેટમાં આગ લાગવાને કારણે કરોડો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે હાલ આ આગ કાબૂમાં આવી ચૂકી છે અને સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા હાલ ‘કૂલિંગ’ની કામગીરી શરૂ કરાઈ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ શરૂ કરાઈ છે

સંબંધિત પોસ્ટ્સ

નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી:નીતિશે કહ્યું- નવી સરકારને મારો સહયોગ રહેશે, JDU કાર્યાલયમાં તોડફોડ; તેજસ્વીએ કહ્યું- હાઇજેક કર્યા

Maheriya Nirali

હવે બાળકો નહીં ચલાવી શકે Insta-WhatsApp: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય

Maheriya Nirali

Gujarat UCC News: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્ન-છૂટાછેડા અને લિવ-ઈન માટે બદલાશે નિયમો!

praxpatel