Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ કરી 18 વર્ષના સાર્થકની પ્રશંસા, કહ્યું- “આ તો CBI કરતા પણ તેજ નીકળ્યો”

રાહુલ ગાંધીએ કરી 18 વર્ષના સાર્થકની પ્રશંસા, કહ્યું- "આ તો CBI કરતા પણ તેજ નીકળ્યો"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 18 વર્ષના એક વિદ્યાર્થી સાર્થકની જામીને પ્રશંસા કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર સાર્થકનો એક વિડીયો પણ શેર કર્યો છે. આ સમગ્ર મામલો CBSE બોર્ડના એક વિવાદ સાથે જોડાયેલો છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ સાર્થકના વખાણ કરતા લખ્યું કે, તે માત્ર 18 વર્ષનો છે, પરંતુ તેની વિચારસરણી અને હિંમત કમાલની છે.

  • સાર્થક અને તેના મિત્ર નિસર્ગે એ કામ કરી બતાવ્યું છે, જે દેશના મોટા મીડિયા હાઉસ અને પત્રકારો પણ કરી શક્યા નથી.

  • તેઓએ CBSE અને COEMPT કંપનીની મિલીભગત આખા દેશ સમક્ષ લાવી દીધી છે.

  • રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, “મોદીજી ઈચ્છે છે કે યુવાનો રીલ્સ બનાવે અને પકોડા તળે, જેથી તેઓ સવાલ ન પૂછે.”

  • તેમણે સાર્થકને CBI કરતા પણ તેજ ગણાવ્યો અને કહ્યું કે યુવાનોની આ જીત ખરા અર્થમાં સરકારની હાર છે.

કોણ છે સાર્થક અને શું છે CBSE વિવાદ?

સાર્થક પોતે CBSE બોર્ડમાં ધોરણ 12 નો વિદ્યાર્થી છે. તેણે આ વર્ષે જ પરીક્ષા આપી હતી. પરિણામ આવ્યા પછી તેને પોતાની આન્સર શીટ અને માર્કિંગ પર ભારે શંકા ગઈ હતી. આ પછી તેણે ડિજિટલ ચેકિંગ સિસ્ટમની ખામીઓ ઉજાગર કરી.

મે 2026 માં CBSE OSM (On-Screen Marking) નો મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની નીચે મુજબની ફરિયાદો હતી:

  • સ્કેન કરેલી ઉત્તરવહીઓની કોપીઓ ખૂબ જ ધૂંધળી હતી.

  • કોપીમાં દેખાતા અક્ષરો અસલી હેન્ડરાઈટિંગ સાથે મેચ થતા ન હતા.

  • માર્કિંગમાં મોટી ગરબડ હતી અને પરિણામ ખોટા હતા.

આ ગંભીર ફરિયાદો પછી હજારો વિદ્યાર્થીઓએ રી-ચેકિંગ (Re-evaluation) માટે અરજી કરી હતી.

સાર્થકના પ્રેઝન્ટેશન પછી સરકારનો મોટો એક્શન

આ સમગ્ર કૌભાંડને ઉજાગર કરવા સાર્થકે 7 પેજનું એક પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. જેમાં તેણે ઓન-સ્ક્રીન માર્કિંગ માટે કંપનીઓ (વેન્ડર્સ) પસંદ કરવાની ટેન્ડર પ્રક્રિયાની ખામીઓ બતાવી હતી. તેણે સીધા બોર્ડને સવાલો કર્યા હતા.

સાર્થકના આ સચોટ ખુલાસા પછી કેન્દ્ર સરકાર તરત જ હરકતમાં આવી હતી. ત્યારબાદ 2 જૂન 2026 ના રોજ CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. 18 વર્ષના આ યુવાનની હિંમતની હવે ચારેકોર ચર્ચા થઈ રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

વારાણસી: સંકટ મોચન મંદિરમાં મુસ્લિમ કલાકારો કરશે પર્ફોર્મન્સ, શાસ્ત્રીય સંગીતથી હનુમાનજીની કરશે સ્તુતિ

praxpatel

પુતિન નો અનોખો પ્રોજેક્ટ: માણસને ‘અમર’ બનાવવા રશિયાએ ખર્ચ્યા ₹2.2 લાખ કરોડ, જાણો શું છે જીન અને ક્રાયોથેરાપી

praxpatel

હિમંત બિસ્વા સરમા બીજીવાર લેશે અસમના CM તરીકે શપથ: જાણો શપથ પહેલા શું આપ્યું મોટું નિવેદન

praxpatel