Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ: આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે, 13 જૂને વાતાવરણ પલટાશે!

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને ગરમીને લઈને નવી આગાહી કરી છે. આ આગાહી મુજબ આવનાર 13 જૂન સુધી ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જ રહેશે. હાલમાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં સમગ્ર સપ્તાહ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. તો દક્ષિણ ગુજરાતથી વિપરીત, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદ ની કોઈ શક્યતા નથી

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગામી સમય ભારે રહી શકે છે.

  • ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં આખું અઠવાડિયું વરસાદી વાતાવરણ રહેશે.

  • બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ વરસાદની કોઈ જ શક્યતા નથી. અહીં વાતાવરણ એકદમ સૂકું રહેશે.

રાહતના સમાચાર: અગાઉ 40 થી 50 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી હતી. પરંતુ હવે વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગે આ ચેતવણી પાછી ખેંચી લીધી છે.

ગુજરાતમાં ક્યારે અને ક્યાં પડશે વરસાદ? (તારીખ મુજબ આગાહી)

  • 8, 9 અને 10 જૂન: નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

  • 11 જૂન: સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

  • 12 જૂન: ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

  • 13 જૂન: ઉપરોક્ત તમામ જિલ્લાઓ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદરમાં પણ વાતાવરણ પલટાશે અને વરસાદની આગાહી છે.

દેશમાં ચોમાસું ક્યારે ક્યાં પહોંચશે?

હવામાન વિભાગની માહિતી મુજબ, દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની એન્ટ્રીની તારીખો નીચે મુજબ છે:

  • ગોવા અને તેલંગાણા: 7 થી 8 જૂન

  • મહારાષ્ટ્ર: 5 થી 10 જૂન

  • ગુજરાત: 20 જૂન સુધી

  • મધ્યપ્રદેશ: 15 થી 20 જૂન

  • યુપી અને બિહાર: 15 થી 20 જૂન

  • રાજસ્થાન: 25 થી 30 જૂન

  • દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ

7 રાજ્યોમાં ચોમાસાની શાનદાર એન્ટ્રી

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ હવે જોરદાર રફતાર પકડી છે. ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે. 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે વરસાદ શરૂ થયો હતો. માત્ર 48 કલાકમાં જ તે દેશના 7 રાજ્યો સુધી પહોંચી ગયું છે.

હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં વરસાદી વાદળો છવાઈ ગયા છે.

આગામી સપ્તાહે ભારે વરસાદની ચેતવણી

આગામી એક અઠવાડિયા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યો અને પૂર્વોત્તરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અહીં 7 થી 20 સેમી સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં 3 દિવસ મોડું ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં તે છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધશે

સંબંધિત પોસ્ટ્સ

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકા ઈરાન પર 5 દિવસ સુધી હુમલો નહીં કરે

praxpatel

IAS તુકારામ મુંઢેની અનોખી પહેલ: માતાની અસ્થિઓ નદીમાં પધરાવવાને બદલે કર્યું વૃક્ષારોપણ, તેરમું-ભોજ પણ નહીં કરે

praxpatel

ODI World Cup 2027: જાણો ક્યારે અને ક્યાં રમાશે આગામી વનડે વિશ્વકપ

praxpatel