Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

PSL 2026: વોર્નર-મોઈન વચ્ચે લડાઈ કે મજાક? સત્ય આવ્યું સામે

PSL 2026: વોર્નર-મોઈન વચ્ચે લડાઈ કે મજાક? સત્ય આવ્યું સામે

પાકિસ્તાન સુપર લીગ (PSL 2026) માં કરાચી કિંગ્સ અને રાવલપિંડી વચ્ચે રમાયેલી મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને મોઈન અલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોય તેવું દેખાય છે, જેના કારણે ચાહકોમાં ચર્ચા જાગી હતી કે શું ટીમમાં બધું બરાબર છે?

શું છે વાયરલ વીડિયોમાં?

વાયરલ થયેલા ૧૪ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ડેવિડ વોર્નર ખૂબ જ ગુસ્સામાં મોઈન અલી તરફ જઈ રહ્યો છે. વોર્નરના હાવભાવ પરથી એવું લાગતું હતું કે તે મોઈન પર નારાજ છે. આ દરમિયાન ટીમના ડાયરેક્ટર હૈદર અઝહર વચ્ચે પડીને વોર્નરને શાંત પાડીને દૂર લઈ જતા જોવા મળે છે.

ડેવિડ વોર્નરે જણાવી હકીકત

આ વિવાદ વધતા ડેવિડ વોર્નરે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરી છે. વોર્નરે વીડિયો શેર કરતા લખ્યું કે, મેં હૈદર અઝહરને માત્ર એટલું જ કહ્યું હતું કે, “પહેલા જઈને હાથ મિલાવો.” બીજી તરફ, ટીમના ડાયરેક્ટર હૈદર અઝહરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ વાત સાચી નથી! તે બંને તો મારી મજાક ઉડાવી રહ્યા હતા.” આ સ્પષ્ટતા બાદ સ્પષ્ટ થયું છે કે ખેલાડીઓ વચ્ચે કોઈ લડાઈ નહોતી, પરંતુ તે માત્ર મેદાન પરની મજાક-મસ્તી હતી.

કરાચી કિંગ્સની શાનદાર જીત

મેચની વાત કરીએ તો, કરાચી કિંગ્સે રાવલપિંડી સામે ૧૯૮ રનનો ટાર્ગેટ ૪ બોલ બાકી રહેતા પંચ વિકેટે હાંસલ કરી લીધો હતો.

  • ડેવિડ વોર્નર: કેપ્ટન વોર્નરે શાનદાર અડધી સદી ફટકારી ટીમની જીતનો પાયો નાખ્યો હતો.

  • આઝમ ખાન: આઝમ ખાને વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર ૩૪ બોલમાં ૭૪ રન બનાવ્યા, જેમાં ૬ સિક્સ અને ૬ ફોર સામેલ હતી.

આ જીત સાથે કરાચી કિંગ્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

માતા દુર્ગાના નામ પરથી રાખો તમારી વહાલી દીકરીના આ ટ્રેન્ડી નામ, હંમેશા રહેશે માતાજીના આશીર્વાદ

praxpatel

મમતા બેનર્જીનો ભાજપ પર પ્રહાર: “જો બંગાળમાં BJP આવશે તો લોકો નોનવેજ નહીં ખાઈ શકે”

praxpatel

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકા ઈરાન પર 5 દિવસ સુધી હુમલો નહીં કરે

praxpatel