પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના ફાફામઉ વિસ્તારમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટવાને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 શ્રમિકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કેવી રીતે ઘટી ઘટના?
મળતી માહિતી મુજબ, સોમવારે (23 માર્ચ) ફાફામઉના ચાંદપુર સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ગેસ પાઇપ ફાટી હતી. પાઇપ ફાટતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોલ્ડ સ્ટોરેજની એક મોટી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A part of the cold storage facility in the Phaphamau area collapsed; rescue operations are underway. More details are awaited. pic.twitter.com/agvOBCN1lO
— ANI (@ANI) March 23, 2026
શ્રમિકો કાટમાળ નીચે ફસાયા
ઘટના સમયે અનેક શ્રમિકો દીવાલની આસપાસ કામ કરી રહ્યા હતા. દીવાલ પડતા જ શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
-
9 શ્રમિકોના મોત: કાટમાળમાંથી અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
-
અફરાતફરીનો માહોલ: વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
-
ભૂતપૂર્વ ધારાસભ્યનું સ્ટોરેજ: કહેવાય છે કે આ કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના એક ભૂતપૂર્વ ધારાસભ્યનું છે.
#WATCH | Prayagraj, Uttar Pradesh | Prayagraj DM Manish Kumar Verma says, "Around 8 people have been taken to the hospital… Relief and rescue work are underway. The situation will become clearer in the next few days as to how many people are injured and how many have escaped… https://t.co/ciBptvlvei pic.twitter.com/9Bn4ZGAZGW
— ANI (@ANI) March 23, 2026
રેસ્ક્યુ કામગીરી ચાલુ
ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયું છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગેસ લીકેજને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી હતી.
વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાઈ જવાની દહેશતને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
