વોશિંગ્ટન: મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે વિશ્વ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી પર અચાનક રોક લગાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ જાહેરાત કરી છે કે આગામી 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર કોઈ હુમલો કરશે નહીં.
2 દિવસની ‘સિક્રેટ વાતચીત’ બાદ ટ્રમ્પનો નિર્ણય
છેલ્લા બે દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત ગુપ્ત અને સકારાત્મક ચર્ચા ચાલી રહી હતી. આ મંત્રણાના અંતે ટ્રમ્પે પોતાનો નિર્ણય બદલ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ ‘કન્સ્ટ્રક્ટિવ’ રહી છે.

શું આપ્યા આદેશ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ વોર (Department of War) ને સ્પષ્ટ સૂચના આપી છે:
-
ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલા અત્યારે અટકાવવા.
-
એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારી સૈન્ય કાર્યવાહી 5 દિવસ માટે મોકૂફ રાખવી.
-
આખું અઠવાડિયું શાંતિ મંત્રણાઓ ચાલુ રાખવી.
હોર્મુઝ સ્ટ્રેટમાં શાંતિની આશા
ટ્રમ્પના આ ‘યુ-ટર્ન’ થી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ થોડું શાંત પડ્યું છે. જો આ પાંચ દિવસની મંત્રણા સફળ રહેશે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. વિશ્વભરની નજર હવે આ શાંતિ મંત્રણા પર ટકેલી છે.
