Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

પાકિસ્તાન ફરીથી FATFની ‘ગ્રે લિસ્ટ’માં જશે? ‘ઓપરેશન સિંદૂર’ના પાકા પુરાવા રજૂ કરશે ભારત

પાકિસ્તાન ફરીથી FATFની 'ગ્રે લિસ્ટ'માં જશે? 'ઓપરેશન સિંદૂર'ના પાકા પુરાવા રજૂ કરશે ભારત

આતંકવાદને આશરો આપનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. આગામી ઓક્ટોબર મહિનામાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF )ની મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારત પાકિસ્તાનને ફરીથી ‘ગ્રે લિસ્ટ’ (Grey List) માં ધકેલવા માટે સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. નવી દિલ્હી આ માટે પાકિસ્તાન વિરુદ્ધ વીડિયો અને મજબૂત પુરાવા રજૂ કરશે.

‘ઓપરેશન સિંદૂર’ બનશે ભારતનું હથિયાર

ભારત પાસે એવા ઘણા પુરાવા છે જે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર બેનકાબ કરી શકે છે. ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’માં કેટલાક આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકીઓની અંતિમયાત્રામાં પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી (ISI) ના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ આ વીડિયો પુરાવા ભારત FATFની બેઠકમાં રજૂ કરશે. આનાથી સાબિત થશે કે પાકિસ્તાનના સરકારી અધિકારીઓ સીધા આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે.

ભારત કેવી રીતે બનાવશે દબાણ?

ભારત આક્રમક મૂડમાં: પેરિસ સ્થિત એન્ટી-મની લોન્ડરિંગ વોચડોગ (FATF)ની આ બેઠકમાં ભારતનું વલણ ખૂબ જ આક્રમક રહેવાનું છે.

સંસ્કૃતિ મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલની FATFના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતનો પ્રયાસ છે કે FATF પર દબાણ લાવીને પાકિસ્તાનને તેની ધરતી પર ચાલતી આતંકી પ્રવૃત્તિઓ અને ટેરર ફંડિંગ માટે વૈશ્વિક સ્તરે જવાબદાર ઠેરવવામાં આવે.

‘ગ્રે લિસ્ટ’ માં જવાથી પાકિસ્તાનને શું નુકસાન થશે?

પાકિસ્તાનને ઓક્ટોબર 2022માં જ ‘ગ્રે લિસ્ટ’ માંથી બહાર કરવામાં આવ્યું હતું. તે સમયે પાકિસ્તાને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવાના મોટા મોટા દાવા કર્યા હતા. જો ભારતની રજૂઆત બાદ પાકિસ્તાન ફરી આ લિસ્ટમાં જશે, તો તેની આર્થિક મુશ્કેલીઓ ખૂબ વધી જશે:

  • કડી નજર: ‘ગ્રે લિસ્ટ’ વાળા દેશો પર FATF કડક નજર રાખે છે અને તેમના નાણાકીય સિસ્ટમની વારંવાર સમીક્ષા થાય છે.

  • લોન મેળવવામાં મુશ્કેલી: આવા દેશોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (જેમ કે IMF અને વર્લ્ડ બેંક) પાસેથી આર્થિક મદદ કે લોન મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.

પહેલાથી જ કંગાળીના આરે ઉભેલા પાકિસ્તાન માટે આ આંચકો ખૂબ જ મોટો સાબિત થઈ શકે છે. પાકિસ્તાન ભલે દુનિયા સામે શાંતિદૂત હોવાનો દેખાવ કરે, પણ આતંકવાદના મુદ્દે ભારત તેને છોડવાના મૂડમાં નથી.

સંબંધિત પોસ્ટ્સ

દિલ્હીમાં દિલધડક હત્યા: IRS અધિકારીની UPSC ની તૈયારી કરતી પુત્રીની ગળું દબાવી હત્યા, ભૂતપૂર્વ નોકર પર શંકા

praxpatel

વાવ-થરાદમાં ખેડૂતોના ખાતા સાફ: 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો

praxpatel

વીડિયો કોલ પર પતિ સાથે ઝઘડો અને પ્રખ્યાત અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું: જન્મદિવસના 6 દિવસ પહેલા જ દુખદ અંત

praxpatel