Gujarat Plus
Breaking News
ગુજરાત

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ડાયમંડ હોટલમાં ભીષણ આગ –

સુરત શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં  આવેલી ડાયમંડ હોટલમા ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
ડાયમંડ હોટલના પાંચમા માળે   અચાનક આગ લાગતા જ અફરાયતફરીનો  માહોલ સર્જાયો હતો . હોટલના પાંચમા માળે આગ ફાટી નીકળતા હાજર રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા . હોટલના પાંચમા માળે ડાઈનિંગ હોલમાં લાગેલી  આગે જોતજોતમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહની થઈ નથી.
સદનસીબે હોટેલમાં હાજર દસ લોકોનો આબાદ બચાવ –
આગ અંત્યંત વિકરાળ સ્વરૂપમા હોવાના કારણે હોટલના માલિક અને હોટલમા હાજર રહેલા લોકોએ સાવચેતી દાખવી અને તમામે પોતાને આગની ઝપેટમાં આવતા બચાવી લીધા હતા, જેને લઈને હજાર અરહલ લોકોનો પણ આકસ્મિક રીતે બચાવ થયો અને ,મોટી જાનહાનિ ટાળી હતી.
ફાયર બ્રિગેડ ટીમની સરાહનીય કામગીરી –
ઘટનાની જાણ થતાજ  સુરત ફાયર બ્રિગેડની  ટીમ એક્શન મોડમાં આવી હતી, અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઠારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર બ્રિગેડની આ સાવચેતી અને સરાહનીય કામગીરીના કારણે આગનો ભોગ બનેલા તમામ લોકોનો જીવ બચ્યા હતા.

ડાઈનીગ હૉલ બળીને ખાખ –
ડાયમંડ હોટલમા લાગેલી આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે  આગે ડાઈનિંગ હોલ આગના  ભરડામાં   આવી જતાંsurat  બળીને ખાખ થઈ ગયો હતો, જેને લઈ હોટલના મલીકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.આગ કોઈ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણોસાર તેનું કારણ હજુ પણ અકબંધ છે.

આગની ઘટના ને લઈ ટ્રાફિકજામ અને ભાઇનો માહોલ –
ડાયમંડ હોટલમા આગ લાગતજ ઘટનાને લઈને રાહદારીઓ પણ ચોંકી ગયા હતા અને રસ્તા ઉપર ભારે ટ્રાફિક  જયાં સર્જાયો હતો.સ્થાનિકોમાં પણ ઘટનાને લઈને ભય અને અરેરાટી વ્યાપી જવા પામી હતી.ઘટનાઈ જાણ થતાજ સ્થાનિક પ્રશાંશન સફાળું જાગ્યું હતું અને મદદ માટે દોળી આવાયું હતું.

સંબંધિત પોસ્ટ્સ

બોટાદના તરઘરા ગામે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન

Maheriya Nirali

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

Maheriya Nirali

ગલગોટિયા યુનિવર્સિટીની ગોલમાલ, AI સમિટમાંથી બહાર ધકેલાઈ

ANIL PATEL