Gujarat Plus
Breaking News
આપખેડૂત આંદોલનગુજરાતરાજનીતિ

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

જૂનાગઢ ફરિયાદ નિવારણ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા

નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે : ગોપાલ ઇટાલિયા

વિજળી વિભાગે ખોટા કોટેશન આપી સરકારને 50 લાખનું નુકસાન કર્યું : ગોપાલ ઇટાલિયા

બ્લાસ્ટિંગ અને ઉદ્યોગોના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર : ગોપાલ ઇટાલિયા

સહકારી મંડળીમાં ખેડૂતો પર ખોટો બોજો, તાત્કાલિક સુધારાની માંગ : ગોપાલ ઇટાલિયા

રાશન વિતરણમાં ગેરરીતિ, મહિનાની શરૂઆતમાં અનાજ આપવાની માંગ : ગોપાલ ઇટાલિયા

તાલુકા અને ગ્રામ પંચાયતના વર્ષો જૂના પ્રશ્નો હજુ વણઉકેલ્યા : ગોપાલ ઇટાલિયા

અમદાવાદ / જૂનાગઢ/ ગુજરાત

જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મિડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ મિટિંગનો ઉદ્દેશ્ય એવો છે કે લોકોના પ્રશ્નનું સકારાત્મક અને સંતુષ્ટકારક પરિણામ આવે.પરંતુ અહીંના અનેક ગામોમાં ટાંકી જર્જરીત થઇ ગઇ છે. આ મામલે જુલાઈ મહિનાથી હું રજૂઆત કરતો આવ્યો છું કે ટાંકી તોડો, પડી જશે તો કોઈ મરી જશે. હવે ડાંકી તોડવાની બાબતમાં અધિકારીઓ એક બીજાને પત્રો લખ્યા કરે છે. જુલાઈ મહિનાથી આજે જાન્યુઆરી સુધી નરસિંહ મહેતા જેમ શામણિયાને હુંડી લખતા તેમ અધિકારીઓ હુંડી લખ્યા કરે છે. દુનિયાના દેશો ક્યાં પહોંચી ગયા અને આપણે ટાંકી તોડવા જેવી બાબતમાં પત્રો લખ્યા કરીએ છીએ. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનાં ગામમાં 6 વર્ષથી ગ્રામ પંચાયત બને છે, હજુ બાંધકામ પૂરુ થયુ નથી. કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે. કેબિનેટ મંત્રીના પોતાના વતનના ગામમાં ગ્રામ પંચાયત જ નથી. દરેક અધિકારી ગોળ-ગોળ જવાબ આપ્યા કરે છે. ભેંસાણ અને વિસાવદરની સહકારી મંડળીમાં જે ખેડૂતોને ખોટી રીતે સાત બારમાં બોજો પાડ્યો છે અને એનઓસી આપવામાં આવી છે, આ મુદ્દા પર રજૂઆત કરી છે.

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે હમણાં જુનાગઢની અંદર એક પ્રાઇવેટ કંપનીનું એક સમેલન થયું હતું. આ સમેલનમાં વિજળી વિભાગે સરકારને પચાસ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. વિજળી વિભાગના દ્વારા ખોટી રીતે કોટેશન કરી,ખોટી રીતે ડિપોઝિટો લઇ એક જ સ્થળ પર ચાર-ચાર કનેક્શનો આપી સરકારને મોટાપાયે નુકસાન કરવાનું કામ કર્યું છે. આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ભેંસાણ અને આસપાસના વિસ્તારોમાં ચાલતા ઉદ્યોગો તથા બ્લાસ્ટિંગ પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક ગ્રામજનોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થરો ઉડીને ખેતરોમાં અને વસવાટ વિસ્તારમાં પડે છે, ઘરોને નુકસાન થાય છે તેમજ હવામાં ભારે ધૂળ ઉડવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ભેંસાણમાં સતત પાવર કટની ગંભીર સમસ્યા છે. ગામમાં કારખાનાઓ, ઉદ્યોગો તથા ઘરગથ્થુ ઉપયોગ માટે વીજળીની સતત જરૂર હોય છે, પરંતુ વારંવાર વીજ પુરવઠો બંધ થવાથી લોકો પરેશાન છે. સોલાર પાવર પ્લાન્ટ હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે વીજ સમસ્યા યથાવત છે. આ માટે ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવી અને વીજ પુરવઠાનું યોગ્ય ટર્ફિકેશન કરવું એ તાત્કાલિક ઉકેલ લાવે તે બાબતે રજૂઆત કરી છે.

આ સિવાય જુનાગઢથી ભેંસાણ તરફના મુખ્ય માર્ગ પર અધૂરા ચાલી રહેલા રોડના કામ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત રાશન વિતરણની સમસ્યા પણ છે. ભેંસાણ અને વિસાવદર વિસ્તારમાં હાલમાં મહિનાના અંતે (25, 26, 27 તારીખે) અનાજ આવે છે, જેના કારણે ગરીબ પરિવારોને સમયસર અનાજ મળતું નથી. કેટલાક ડીલરો દ્વારા અનાજના જથ્થાનો ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદો પણ છે. તેથી મહિનાની 1થી 10 તારીખની અંદર તમામ લાભાર્થીઓને અનાજ મળી જાય એવી વ્યવસ્થા અમલમાં મુકવાની માંગ કરવામાં આવી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આજે તાલુકા અને ગ્રામ પંચાયત લેવલના અનેક પ્રશ્નો વર્ષોથી ઉકેલાઈ શક્યા નથી. સ્થિતિ એવી છે કે કેટલાક ક્ષેત્રોમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સરકારથી ઉપર થઈ ગયા છે. વર્ષો સુધી નોટિસ-નોટિસની રમત ચાલે છે, પરંતુ કામ થતું નથી. તેનો સીધો ભોગ સામાન્ય જનતા બની રહી છે. આવા અનેક પ્રશ્નો મામલે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

ગોંડલમાં સ્થાનિક મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી લાફાવાળી કરી

aminparmar

અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા:

ANIL PATEL

શું PM મોદીને ઈરાન પરના હુમલાની અગાઉથી જાણ હતી? કેન્દ્ર સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ

praxpatel