Gujarat Plus
Breaking News
આપગુજરાતરાજનીતિ

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં,અરવિંદ કેજરીવાલજી નિર્દોષ સાબિત, સત્યનો વિજય થયો : મનોજ સોરઠીયા

દિલ્હી હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદામાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર : મનોજ સોરઠીયા

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ખોટા આરોપોમાં જેલમાં નાંખવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ : મનોજ સોરઠીયા

અરવિંદ કેજરીવાલ ગઈકાલે પણ ઈમાનદાર, આજે પણ અને આવતીકાલે પણ : મનોજ સોરઠીયા

દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું : મનોજ સોરઠીયા

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ દ્વારા તમામ આરોપોમાં નિર્દોષ જાહેર કરાતા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં. અંતે સત્યનો વિજય થયો છે. ભાજપ દ્વારા શડ્યંત્ર રચી અરવિંદ કેજરીવાલજી ઉપર ખોટા કેસો કરી, ED મારફતે પૈસા, ભ્રષ્ટાચાર, દારૂ કૌભાંડ જેવા ખોટા આરોપો લગાવી જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ગઈકાલે માન્ય દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ આરોપો ખારીજ કરીને અરવિંદ કેજરીવાલજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ રાજ્યના મુખ્યમંત્રીને ખોટા કેસોમાં જેલમાં નાંખવાનો પ્રયાસ ભાજપે કર્યો હતો. કોર્ટે ચુકાદો આપતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ ગઈકાલે પણ ઈમાનદાર હતા, આજે પણ ઈમાનદાર છે અને આવતીકાલે પણ ઈમાનદાર રહેશે. જો આ દેશમાં અરવિંદ કેજરીવાલ ઈમાનદાર નથી, તો પછી કોઈ ઈમાનદાર રહી જ નથી શકતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે દિલ્હીની જનતા સાથે જે રીતે રાજકીય બદલો લેવા ખોટી કાર્યવાહી કરી, ખોટું ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ કર્યો, તેનો જવાબ દેશની જનતા સમય આવે ત્યારે ચોક્કસ આપશે. આ નિર્ણયને ખુશીની અને ગૌરવની ક્ષણ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે, ન્યાયવ્યવસ્થાની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે. આમ આદમી પાર્ટીની ઈમાનદાર અને વિકલ્પિક રાજનીતિ સાથે જોડાયેલા તમામ કાર્યકરો અને સમર્થકોને અભિનંદન પાઠવ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

Surat: ઇન્સ્ટાગ્રામ પર ‘કીટઝી’ સ્કૂલની ફ્રેન્ચાઇઝીની લાલચ આપી યુવક સાથે 3 લાખની ઠગાઈ

aminparmar

ગુજરાત પર બે દિવસ ‘ભારે’: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે સરકારની નવી એડવાઇઝરી જાહેર

praxpatel

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં PMના ગુજરાત પ્રવાસના સફળ આયોજનને બિરદાવવામાં આવ્યું

Maheriya Nirali