Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

‘તેલ અવીવના લાડકાને કાબૂમાં રાખો’, ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી; જાણો શું છે શાંતિ વાર્તાની સ્થિતિ

'તેલ અવીવના લાડકાને કાબૂમાં રાખો', ઈરાન ની અમેરિકાને ખુલ્લી ધમકી; જાણો શું છે શાંતિ વાર્તાની સ્થિતિ

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇઝરાયેલના કારણે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને હવે અમેરિકાને સીધી ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, અમેરિકા પોતાના તેલ અવીવ (ઇઝરાયેલ)ના બગડેલા પ્રાણીને કાબૂમાં રાખે, નહીં તો તેનું પરિણામ ઘણું ખરાબ આવશે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીની આ ટિપ્પણી ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝના નિવેદન બાદ આવી છે. કાત્ઝે કહ્યું હતું કે, ઈરાન ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ “મોતના નિશાના પર છે.” આ નિવેદનથી ઈરાન ગુસ્સે ભરાયું છે.

ઈરાન ના વિદેશ મંત્રીએ અમેરિકાને આપી હિદાયત

અબ્બાસ અરાગચીએ જણાવ્યું કે, ઈસ્લામાબાદ સમજૂતીની શરતો બિલકુલ સ્પષ્ટ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ તેલ અવીવમાં પોતાના ચહેતાઓને શાંત રાખવાનો વાદો કર્યો હતો. જો તેઓ પોતાના આકાની વાત નહીં માને, તો ઈરાન તેમને પાઠ ભણાવશે.

બીજી તરફ, ઇઝરાયેલના રક્ષામંત્રીએ ઈરાનીઓને “સારા વેપારી” ગણાવ્યા હતા, જે વાતચીતમાં વધુ ફાયદો મેળવવા માંગે છે. તેના જવાબમાં અરાગચીએ કહ્યું કે અમારા નેતૃત્વ સામેના કોઈપણ જોખમનો જડબાતોડ જવાબ અપાશે.

ઇઝરાયેલના પૂર્વ સેના પ્રમુખે પીએમ નેતન્યાહૂને ઘેર્યા

આ વિવાદ વચ્ચે ઇઝરાયેલની અંદરથી જ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો વિરોધ શરૂ થયો છે.

  • આક્ષેપ: ઇઝરાયેલના પૂર્વ સેના પ્રમુખ ગાદી આઇઝેનકોટે પીએમ નેતન્યાહૂ પર જનતાને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

  • હકીકત: આઇઝેનકોટે એક કોન્ફરન્સમાં કહ્યું કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાનો નેતન્યાહૂનો દાવો ખોટો છે. તેઓ જનતામાં ડર ફેલાવવા માટે હકીકતને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે.

  • નેતન્યાહૂની સફાઈ: નેતન્યાહૂએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેઓ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે ઈરાન હંમેશાં કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ કાર્યો માટે છે.

દોહામાં ચાલી રહેલી શાંતિ વાર્તાનું શું થયું?

આ ભારે તણાવ વચ્ચે પણ પડદા પાછળ શાંતિ વાર્તાના પ્રયાસો ચાલુ છે:

  • અમેરિકી વાર્તાકાર સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નરે કતારના વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે.

  • ઈરાની અધિકારીઓ અત્યારે કતારના મધ્યસ્થીઓ સાથે પરોક્ષ (Indirect) વાતચીત માટે દોહામાં હાજર છે.

  • અમેરિકાના જણાવ્યા અનુસાર, તેહરાન સાથે ટેકનિકલ સ્તરની વાતચીત ચાલી રહી છે.

  • ઈરાને અમેરિકા સાથે સીધી (Face to Face) વાતચીત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ વાર્તા અટકેલા ફંડને મુક્ત કરવા અને વચગાળાના કરારને લાગુ કરવા પર કેન્દ્રિત છે.

જોકે, નિષ્ણાતોના મતે આ સમજૂતી કાગળ પર જેટલી મજબૂત દેખાય છે, જમીની સ્તરે તેને લાગુ કરવી એટલી જ મુશ્કેલ બની રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા-ઈરાન શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો પાકિસ્તાન પર શું આફત આવશે? જાણો એક્સપર્ટ વ્યૂ

praxpatel

મહારાષ્ટ્ર: બોસ સાથે બ્રેકઅપ થતા યુવતીએ હોટલના રૂમમાં કર્યો આપઘાત, 2 વર્ષથી હતું અફેર

praxpatel

તમિલનાડુમાં દારૂની દુકાનોના કર્મચારીઓનો પગાર 25% વધ્યો, 20 વર્ષમાં પહેલીવાર સરકારે લીધો મોટો નિર્ણય

praxpatel