ન્યૂયોર્ક/તેહરાન | એપ્રિલ 24, 2026 ; અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મુજતબા ખામેનેઈ ના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને હાલ ગુપ્ત સ્થળે સારવાર હેઠળ છે.
પ્લાસ્ટિક સર્જરી અને કૃત્રિમ પગનો સહારો ; મુજતબા ખામેનેઈ
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુજતબા ખામેનેઈની શારીરિક સ્થિતિ અત્યંત ખરાબ છે:
-
પગનું ઓપરેશન: મુજતબા ખામેનેઈ ના એક પગનું ત્રણ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. હવે તેઓ ચાલવા માટે કૃત્રિમ પગ (Artificial Leg) નો ઉપયોગ કરશે.
-
ચહેરા પર ગંભીર ઈજા: બોમ્બ ધડાકામાં તેમનો ચહેરો અને હોઠ ખરાબ રીતે દાઝી ગયા છે. તેમને બોલવામાં તકલીફ પડી રહી છે, જેના કારણે હવે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.
-
માનસિક સ્થિતિ: શારીરિક ઈજાઓ હોવા છતાં, તેઓ માનસિક રીતે સક્રિય હોવાનું કહેવાય છે.
લિફાફા અને પત્રો દ્વારા ચાલે છે શાસન
મુજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે છુપાઈને રહી રહ્યા છે. તેઓ દુનિયાની સામે આવવા માંગતા નથી કારણ કે તેઓ પોતાની નબળાઈ બતાવવા નથી માંગતા.
-
તેઓ પોતાનો સંદેશ લિફાફામાં બંધ હસ્તલિખિત પત્રો દ્વારા મોકલે છે.
-
વિશ્વસનીય સંદેશવાહકો આ પત્રો ગ્રામીણ રસ્તાઓ દ્વારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે.
કોણ ચલાવે છે ઈરાનનું શાસન?
મુજતબા ખામેનેઈ હાલમાં દેશ ચલાવવા માટે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના જનરલોની સલાહ પર નિર્ભર છે. પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદના સહયોગી અબ્દોલરેઝા દાવરીના જણાવ્યા મુજબ, ખામેનેઈ એક ‘બોર્ડ ઓફ ડિરેક્ટર’ ના વડાની જેમ કામ કરી રહ્યા છે, જ્યાં તમામ નિર્ણયો જનરલો સાથે મળીને સામૂહિક રીતે લેવામાં આવે છે.
પરિવાર ગુમાવ્યો, રાષ્ટ્રપતિ પોતે કરી રહ્યા છે સારવાર
28 ફેબ્રુઆરીના હુમલામાં મુજતબાએ તેમના પિતા અલી ખામેનેઈ, પત્ની અને પુત્રને ગુમાવ્યા હતા. હાલમાં તેમની સારવારની દેખરેખ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન પોતે કરી રહ્યા છે, જેઓ પોતે એક પ્રખ્યાત હૃદયરોગના સર્જન (Cardiologist) છે.
