Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

અમેરિકા ના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી વિશ્વ ચોંક્યું, જૉર્ડનને કરી ખાસ અપીલ

અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી વિશ્વ ચોંક્યું, જૉર્ડનને કરી ખાસ અપીલ

પશ્ચિમ એશિયામાં યુદ્ધ હવે અત્યંત ભયાવહ તબક્કે પહોંચી ગયું છે. અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. બંને દેશો એકબીજા પર લોહિયાળ હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલા કર્યા હતા. તેના વળતા જવાબમાં ઈરાને અમેરિકાને મોટો ઝટકો આપ્યો હોવાનો દાવો કર્યો છે.

જોર્ડનમાં અમેરિકન સૈન્ય પર ઈરાનનો મોટો હુમલો

ઈરાનનો દાવો છે કે તેણે જોર્ડનમાં તહેનાત અમેરિકન ફાઈટર જેટ્સ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલામાં અમેરિકાના ફાઈટર જેટ્સ અને હવામાં ફ્યુલ ભરનારા વિમાનો તોડી પાડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ ભીષણ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ સાથે જ ઈરાને જોર્ડનની જનતાને અપીલ કરી છે કે તેઓ પોતાના દેશમાં અમેરિકી હિતોનો વિરોધ કરે.

સીરિયામાં અમેરિકન કમાન્ડ સેન્ટરને બનાવ્યું નિશાન

ઈરાની સેનાએ સીરિયાના અલ-તનફ વિસ્તારમાં આવેલા અમેરિકન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે તેણે પોતાના સૈનિકોની હત્યાનો બદલો લેવા આ કાર્યવાહી કરી છે. જોકે, આ દાવા પર હજી સુધી અમેરિકન સેના કે સીરિયા સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

અમેરિકાએ ઈરાનના પ્રોજેક્ટો ધ્વસ્ત કર્યા

આ અગાઉ અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો વધારી દીધો હતો. અમેરિકી સેનાએ ઈરાનના મહત્વના પુલો, વીજળી પ્રોજેક્ટો અને મુખ્ય પોર્ટ (બંદર) પર મિસાઈલો દાગી હતી. આ હુમલામાં એક મોટો ટાવર પણ તબાહ થઈ ગયો છે.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આ કડક પગલાં લેવાયા છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કરી છે, જેને હટાવવા માટે અમેરિકા દબાણ કરી રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

કિર્તી પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ

aminparmar

અમદાવાદ: વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 5ના મોતની આશંકા, 15 ઈજાગ્રસ્ત

praxpatel

અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો: બેંગકોકથી લાવવામાં આવેલો ₹2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

praxpatel