મધ્ય પ્રદેશના ઇન્દોર માં વંદે માતરમ ગાનના વિરોધનો મામલો ગરમાયો છે. ઇન્દોરમાં “વંદે માતરમ” ગાવાને લઈને થયેલા વિવાદે હવે કાનૂની વળાંક લીધો છે. એમજી રોડ પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોંગ્રેસ કાઉન્સિલરો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલો 8 એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમિયાન થયેલા વિરોધ સાથે સંબંધિત છે, જેના કારણે શહેરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કાઉન્સિલરો રૂબીના ઇકબાલ ખાન અને ફૌઝિયા શેખ અલીમે કોર્પોરેશનના બજેટ સત્ર દરમિયાન “વંદે માતરમ” ગાવાનો વિરોધ કર્યો હોવાનું કહેવાય છે. તેમણે ધાર્મિક કારણો ટાંકીને કહ્યું કે ઇસ્લામ અન્ય ધર્મોની પૂજા અથવા પ્રશંસા પર પ્રતિબંધ મૂકે છે. આનાથી વિવાદ ઉભો થયો.કોંગ્રેસના બે મહિલા કાઉન્સિલરો (પાર્ષદો) સામે પોલીસ દ્વારા બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને શહેરના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદ ગત 8 એપ્રિલના રોજ ઇન્દોર મહાનગરપાલિકાના બજેટ સત્ર દરમિયાન શરૂ થયો હતો.
-
કોંગ્રેસના કાઉન્સિલર રુબીના ઇકબાલ ખાન અને ફૌઝિયા શેખ અલીમે વંદે માતરમ ગાનનો વિરોધ કર્યો હતો.
-
તેમણે ધાર્મિક કારણોનો હવાલો આપીને ગાનમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.
-
આ વિરોધને ભાજપના કાઉન્સિલરોએ રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને પૂછપરછ
ભાજપના કાઉન્સિલર દળ અને મ્યુનિસિપલ ચેરમેન મુન્નાલાલ યાદવે આ મામલે કડક કાર્યવાહીની માગ કરી હતી. ત્યારબાદ:
-
એમજી રોડ પોલીસ સ્ટેશનમાં બંને મહિલા કાઉન્સિલરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી.
-
પોલીસે બંનેને પોલીસ સ્ટેશન બોલાવીને આશરે 4-4 કલાક સુધી પૂછપરછ કરી છે.
-
આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1) અને 3(5) હેઠળ કેસ દાખલ થયો છે.
ધરપકડની શક્યતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કલમો બિનજામીનપાત્ર હોવાથી બંને કાઉન્સિલરોની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. હાલ પોલીસ તમામ પુરાવાઓ અને નિવેદનોની બારીકાઈથી તપાસ કરી રહી છે.
