Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ધોમધખતા તાપ વચ્ચે રાહત કે આફત? ગુજરાતના 9 જિલ્લામાં 3 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. 6 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરી છે.

કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગ મુજબ 19થી 21 એપ્રિલ દરમિયાન નીચે મુજબના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે:

  • 19 એપ્રિલ: અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગર.

  • 20 એપ્રિલ: તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર.

  • 21 એપ્રિલ: અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ.

વરસાદ ને કારણે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે.

વાતાવરણ કેમ બદલાયું?

દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને રાજસ્થાન પર ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ સર્જાયું છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે. આના લીધે પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

2026 માં ચોમાસું કેવું રહેશે?

હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે નબળા ચોમાસાના સંકેત આપ્યા છે: બીજી તરફ IMD(ભારતીય હવામાન વિભાગ)એ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદલોંગ પીરિયડ એવરેજ(LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે ‘બિલો નોર્મલ’ (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.

વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં આ વખતે દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદથવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન કુલ વરસાદદીર્ઘકાલીન સરેરાશ(LPA)ના લગભગ 92 ટકા રહી શકે છે. આ અંદાજમાં પ્લસ માઇનસ 5 ટકાની ભૂલ શક્ય છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87 ટકાથી 97 ટકાની વચ્ચે રહી શકે છે. એટલે કે વાસ્તવિક વરસાદ આનાથી થોડો ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ પ્રારંભિક સંકેતો નબળા ચોમાસા તરફ ઇશારો કરી રહ્યા છે.

  • સામાન્યથી ઓછો વરસાદ: આ વર્ષે વરસાદ સરેરાશના માત્ર 92 ટકા રહેવાની શક્યતા છે.

  • અલ નીનોની અસર: પેસિફિક મહાસાગરમાં ‘અલ નીનો’ સક્રિય થવાને કારણે ચોમાસું નબળું પડી શકે છે.

  • જૂનથી સપ્ટેમ્બર: આ ચાર મહિના દરમિયાન દેશભરમાં વરસાદ ‘બિલો નોર્મલ’ રહેવાની આશંકા છે.

ખેડૂતો માટે ચેતવણી

કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

 એકબાજુ ગરમીનો પ્રકોપ છે અને બીજી બાજુ માવઠાની આગાહી. વાતાવરણમાં આવતા આ અચાનક બદલાવને કારણે બીમારીઓ વધવાની પણ શક્યતા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ પૂર્વમાં ‘ચૂંટણી જંગ’ જામ્યો: ભાજપના ગઢમાં ગાબડું પડવાની શક્યતા? જાણો કયા વોર્ડમાં છે નારાજગી

praxpatel

Bhooth Bangla Trailer: અક્ષય કુમારનો એ જ અંદાજ અને પ્રિયદર્શનનો જાદુ, ટ્રેલર જોઈને ‘ભૂલ ભુલૈયા’ યાદ આવી જશે

praxpatel

જનરલ એનએસ રાજા સુબ્રમણિ: દેશના નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

praxpatel