અક્ષય તૃતીયાના પર્વ પર રેકોર્ડબ્રેક ખરીદી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ભાવ તૂટતા ગ્રાહકોને મોટી રાહત મળી છે.
અક્ષય તૃતીયા બાદ બજારમાં નરમી
રવિવારે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે ₹20,000 કરોડનું સોનું-ચાંદી વેચાયું હતું. જોકે, આજે ૨૦ એપ્રિલે બજાર ખુલતા જ ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,700 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹5,400 સુધીનો ધરખમ ઘટાડો થયો છે.
શું છે આજના તાજા ભાવ?
કોમોડિટી માર્કેટમાં પ્રોફિટ બુકિંગને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના લેટેસ્ટ રેટ નીચે મુજબ છે:
-
સોનું (MCX): આશરે ₹1,53,240 પ્રતિ 10 ગ્રામ (1% ઘટાડો).
-
ચાંદી (MCX): આશરે ₹2,52,236 પ્રતિ કિલો (2% ઘટાડો).
મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ
ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં કિંમતોમાં હલચલ જોવા મળી છે:
-
અમદાવાદ: સોનું ₹1,53,250 | ચાંદી ₹2,53,430
-
મુંબઈ: સોનું ₹1,52,960
-
દિલ્હી: સોનું ₹1,52,700
-
ચેન્નાઈ: સોનું ₹1,53,490
નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારના સંકેતોને કારણે આ ઘટાડો આવ્યો છે, જે ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારી તક સાબિત થઈ શકે છે.
