Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

છોટા ઉદેપુર: ચૂંટણી જાગૃતિના નામે બાળકોને આકરી ગરમીમાં રસ્તા પર ઉતાર્યા, તંત્ર સામે ઉઠ્યા સવાલો

છોટા ઉદેપુર: ચૂંટણી જાગૃતિના નામે બાળકોને આકરી ગરમીમાં રસ્તા પર ઉતાર્યા, તંત્ર સામે ઉઠ્યા સવાલો

એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે છોટા ઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે શાળાના બાળકોને રસ્તા પર તપાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. તંત્રના આ પગલાં સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રેડ એલર્ટ વચ્ચે બાળકોની માનવ સાંકળ

છોટા ઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે 1000 જેટલા શાળાના બાળકોને પેટ્રોલ પંપથી માણેક ચોક સુધી માનવ સાંકળ બનાવી ઉભા રાખવામાં આવ્યા હતા. જ્યારે હવામાન વિભાગ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપે છે, ત્યારે બાળકોને કલાકો સુધી તડકામાં રાખતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

આચારસંહિતા અને તંત્રની નીતિ પર સવાલ

લોકોમાં ચર્ચા છે કે મતદાન જાગૃતિ માટે ઉત્સાહ બતાવતું તંત્ર આચારસંહિતાના કડક અમલ વખતે ક્યાં ગયું હતું?

  • વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ થવા અને બિનહરીફ કરવાના ખેલ પર તંત્રએ મૌન સેવ્યું.

  • ઉમેદવારો લોકોના બહિષ્કારના ડરથી પ્રજા વચ્ચે જતા ડરે છે.

  • ઓછા મતદાનની બીકે તંત્ર હવે બાળકોનો સહારો લઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

જનતાનો આક્રોશ અને સોશિયલ મીડિયા પ્રચાર

રાજ્યમાં અનેક જગ્યાએ ઉમેદવારોના બહિષ્કારના બેનરો લાગ્યા છે. સત્તાધારી પક્ષના ઉમેદવારો સામે જનતાનો રોષ જોઈને નેતાઓ હવે માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ, ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં મતદાન વધારવા માટે તંત્ર જે નુસખા અપનાવી રહ્યું છે, તેની લોકો આકરી ટીકા કરી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

CNAP/ Truecaller ની છુટ્ટી ! હવે ફોન કરનારનું સાચું નામ સ્ક્રીન પર દેખાશે, જાણો સરકારનો નવો નિયમ

praxpatel

લેબેનોન પર હુમલા બંધ કરો, નહિતર તેલ અવીવ સુરક્ષિત નહીં રહે: ઈરાનની ઈઝરાયલને ખુલ્લી ધમકી

praxpatel

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોટી બેદરકારી: 19 વર્ષથી નથી આપ્યો હિસાબ, CAG રિપોર્ટમાં ખુલાસો

praxpatel