Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી નાટો પર ભડક્યા: ‘મુશ્કેલ સમયમાં કોઈ મદદ માટે ન આવ્યું, અમે યાદ રાખીશું’

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી નાટો પર ભડક્યા: ‘મુશ્કેલ સમયમાં કોઈ મદદ માટે ન આવ્યું,

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 27મા દિવસે વિશ્વના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ  ફરી એકવાર NATO (નાટો) દેશોની આકરી ઝાટકણી કાઢી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર નાટો દેશોને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, અમેરિકા આ સમયને ક્યારેય ભૂલશે નહીં.

ટ્રમ્પ ની નારાજગીનું મુખ્ય કારણ શું?

ટ્રમ્પની નારાજગી પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • હોર્મુઝ જળમાર્ગ: ઈરાન દ્વારા બંધ કરાયેલા વ્યૂહાત્મક હોર્મુઝ જળમાર્ગને ખોલવામાં નાટો દેશોએ અમેરિકાને કોઈ સૈન્ય મદદ કરી નથી.

  • તેલની કિંમતો: ટ્રમ્પ ના મતે, નાટો દેશો માત્ર વધતી જતી ઓઈલની કિંમતોની ફરિયાદ કરે છે, પરંતુ ઈરાન જેવી પરમાણુ શક્તિને રોકવા માટે મેદાનમાં આવવા તૈયાર નથી.

  • કાયરતાના આક્ષેપ: ટ્રમ્પે નાટોને ‘કાગળ પરનો શેર’ ગણાવ્યો છે અને સભ્ય દેશોને કાયર કહ્યા છે.

‘અમેરિકા સૈન્ય રીતે જીતી ગયું છે’

પોતાના આક્રમક અંદાજમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે:

  1. અમેરિકાને હવે કોઈ પણ દેશની મદદની જરૂર નથી.

  2. ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકા સૈન્ય દ્રષ્ટિએ વિજયી બન્યું છે.

  3. જોકે, મુશ્કેલ સમયમાં સાથ ન આપનારા સાથી દેશોના વલણને અમેરિકા ભવિષ્યમાં યાદ રાખશે.

આ અગાઉ 20 માર્ચે પણ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા વગર નાટોનું કોઈ અસ્તિત્વ નથી. આ નિવેદનોથી આગામી સમયમાં અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ પડવાની શક્યતા છે.

સંબંધિત પોસ્ટ્સ

એર ઈન્ડિયાના મુસાફરો ખાસ નોંધ લેજો: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પર શિફ્ટ થશે

praxpatel

Video/Bhooth Bangla: ‘ભૂત બંગલા’નું રોમેન્ટિક ગીત ‘તૂ હી દિસદા’નું ટીઝર રિલીઝ, અક્ષય કુમાર અને વામિકા ગબ્બીની શાનદાર કેમિસ્ટ્રી

praxpatel

ગલગોટિયા યુનિવર્સિટીની ગોલમાલ, AI સમિટમાંથી બહાર ધકેલાઈ

ANIL PATEL