Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

પુત્રના બીજા લગ્નમાં જવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સમય નથી? બોલ્યા- ‘ટાઈમિંગ ખૂબ જ ખરાબ છે’

પુત્રના બીજા લગ્નમાં જવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સમય નથી? બોલ્યા- ‘ટાઈમિંગ ખૂબ જ ખરાબ છે’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એક મોટી મૂંઝવણમાં ફસાયા છે. એક તરફ વૈશ્વિક સ્તરે યુદ્ધનો તણાવ છે અને બીજી તરફ ઘર આંગણે પુત્રના લગ્નનું આમંત્રણ છે. ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ વીકેન્ડ પર પોતાના બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ જ સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટેના કરારમાં વ્યસ્ત છે. ટ્રમ્પે રમુજી અંદાજમાં કહ્યું કે જો તેઓ લગ્નમાં જશે તો પણ મીડિયા તેમની ટીકા કરશે, અને નહીં જાય તો પણ આભ તૂટી પડશે.

ઈરાન સાથેના યુદ્ધના કારણે સમય યોગ્ય નથી

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું કે, તેઓ પોતાના મોટા દીકરાના લગ્નમાં હાજરી આપવાનો પ્રયત્ન ચોક્કસ કરશે, પરંતુ અત્યારે સમય બિલકુલ યોગ્ય નથી. 48 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ વીકેન્ડમાં બહામાસ ખાતે બેટીના એન્ડરસન સાથે બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન ખૂબ જ ખાનગી અને નાના પાયે યોજાવાના છે. પરંતુ ટ્રમ્પ ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. આ યુદ્ધના કારણે દેશમાં મોંઘવારી અને ખર્ચ વધતા મતદારોમાં નારાજગી વધી છે.

‘હું આ બાબતમાં ક્યારેય જીતી શકું તેમ નથી’

જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ લગ્નમાં જશે? ત્યારે તેમણે હસતા હસતા મીડિયા પર કટાક્ષ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, “પુત્ર ઈચ્છે છે કે હું લગ્નમાં આવું. પણ મારી સામે ઈરાન જેવી મોટી સમસ્યા છે અને બીજા ઘણા કામો છે. જો હું યુદ્ધની વચ્ચે લગ્નમાં જઈશ તો ફેક ન્યૂઝ મીડિયા મારી ટીકા કરશે કે દેશ મુશ્કેલીમાં છે અને રાષ્ટ્રપતિ લગ્નની મજા માણી રહ્યા છે. અને જો હું નહીં જાઉં, તો કહેશે કે પથ્થર દિલ પિતા છે. આ એવી પરિસ્થિતિ છે જેમાં હું જીતી શકું તેમ નથી.”

કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર?

‘ડોન જુનિયર’ તરીકે ઓળખાતા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પરિવારની લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની ‘ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન’માં એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ પોતાના પિતાના દક્ષિણપંથી રાજકીય એજન્ડા (MAGA) ના ખૂબ મોટા સમર્થક માનવામાં આવે છે. થોડા સમય પહેલા જ તેમણે સંકેત આપ્યા હતા કે તેઓ “કદાચ ભવિષ્યમાં એક દિવસ” અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ લડી શકે છે. 

સંબંધિત પોસ્ટ્સ

ઈરાને મધદરિયે કેમિકલ ટેન્કર પર વરસાવી ગોળીઓ: 12 ભારતીય નાવિકોના જીવ તાળવે ચોંટ્યા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

praxpatel

ઈરાનને મોટો આંચકો: હોર્મુઝની નાકાબંધી કરનાર કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત

praxpatel

ડિનો મોરિયા સાથે મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમી પ્રીતિ ઝિંટા, IPL પહેલા મુંબઈમાં માણી રૉક નાઈટ

praxpatel