વર્ષોની મહેનત પછી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ પણ નોકરીના બજારમાં જ્યારે કંપનીઓ કહે છે કે “તમારી ડિગ્રીની અમને જરૂર નથી”, ત્યારે દેશની શિક્ષણ પ્રણાલી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘Reimagining Skilling for a Viksit Bharat @ 2047’ અને આર્થિક સર્વેક્ષણ મુજબ, ભારતમાં માત્ર 8.25% સ્નાતકો જ તેમની લાયકાત અને શિક્ષણ મુજબની યોગ્ય નોકરી મેળવી શકે છે.
બાકીના મોટાભાગના યુવાનો કાં તો બેરોજગાર રહે છે અથવા તો તેમની ક્ષમતા કરતાં નીચા પગારવાળા સામાન્ય કામો કરવા મજબૂર બને છે.
મુખ્ય મુદ્દા (Highlights):
-
ભારતમાં સ્નાતક (Graduate) યુવાનોનો બેરોજગારી દર 13% છે, જ્યારે મહિલા સ્નાતકોમાં આ આંકડો 20.4% સુધી પહોંચે છે.
-
દેશમાં અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ કરતા 3.4 કરોડ વિદ્યાર્થીઓમાંથી 1.13 કરોડ યુવાનો માત્ર BA કરી રહ્યા છે.
-
નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન માત્ર 55,000 સરકારી પદો માટે 1.86 કરોડથી વધુ અરજીઓ આવી હતી.
-
પુસ્તકિયું જ્ઞાન અને ઈન્ડસ્ટ્રીની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું મોટું અંતર નોકરી ન મળવાનું મુખ્ય કારણ.
ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને બેરોજગારીના મુખ્ય આંકડા:
સામાન્ય ડિગ્રીઓની આંધળી દોટ અને સ્કિલ ગેપ
રિપોર્ટ અનુસાર, લાખો યુવાનો ફક્ત સરકારી પરીક્ષાઓ આપવા માટેની લઘુતમ લાયકાત (Minimum Eligibility) મેળવવા ખાતર સામાન્ય BA, BCom કે BSc જેવી ડિગ્રીઓ કરે છે. કોલેજોમાં મોટાભાગે જૂનો સિલેબસ અને સૈદ્ધાંતિક જ્ઞાન અપાય છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ, સોફ્ટવેર નોલેજ અને કમ્યુનિકેશન જેવી માર્કેટ-ડિમાન્ડ સ્કિલ્સનો અભાવ જોવા મળે છે. પરિણામે, ડિગ્રી હોવા છતાં ખાનગી ક્ષેત્રમાં તેઓ અનફિટ સાબિત થાય છે.
સમસ્યાના નિવારણ માટે નીતિ આયોગની ભલામણો:
-
સ્પેશિયલાઇઝ્ડ અને જોબ-ઓરિએન્ટેડ કોર્સ: પરંપરાગત ડિગ્રીઓના સ્થાને બજારની માંગ આધારિત ‘BA Hospitality’, ‘BCom Analytics’ અને ‘BSc Applied Technology’ જેવા પ્રાયોગિક વિષયો શરૂ કરવા.
-
અર્ન વિથ લર્ન (AEDPs): એપ્રેન્ટિસશીપ-આધારિત ડિગ્રી પ્રોગ્રામ્સને પ્રોત્સાહન આપવું જેથી વિદ્યાર્થીઓ ભણતર દરમિયાન જ કંપનીઓમાં વાસ્તવિક કામનો અનુભવ મેળવી શકે.
-
ઈન્ડસ્ટ્રી પાર્ટનરશિપ (PPP મોડલ): અભ્યાસક્રમ તૈયાર કરવામાં ઉદ્યોગજગતના નિષ્ણાતોની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવી.
-
ફ્લેક્સિબલ મોડ્યુલર લર્નિંગ: શોર્ટ ટર્મ સ્કિલ કોર્સ અને હાઇબ્રિડ શિક્ષણ પદ્ધતિ લાગુ કરવી જેથી યુવાનો કામ સાથે સતત નવી કુશળતાઓ શીખી શકે.
