Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ટ્રમ્પ સોશિયલ મીડિયા પર AI તસવીરો પોસ્ટ કરીને ઇરાન સામે કેવી જંગ લડી રહ્યા છે? જાણો આખી વિગત

ટ્રમ્પ સોશિયલ મીડિયા પર AI તસવીરો પોસ્ટ કરીને ઇરાન સામે કેવી જંગ લડી રહ્યા છે?

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર એક અલગ જ જંગ શરૂ કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલી ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો દ્વારા તેઓ ઇરાનને અમેરિકાની સૈન્ય તાકાતનો ડર બતાવી રહ્યા છે.

Latest and Breaking News on NDTV

ટ્રમ્પે થોડા જ કલાકોમાં ૨૦થી વધુ AI તસવીરો પોસ્ટ કરી

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કરેલી તસવીરોમાં અમેરિકા ઇરાન પર હુમલો કરતું જોવા મળે છે:

  • મિડલ ઈસ્ટનો નકશો: એક તસવીરમાં સમગ્ર મિડલ ઈસ્ટના નકશા પર અમેરિકાનો ઝંડો લગાવેલો છે અને ચારેય તરફથી ઇરાન તરફ તીર બતાવાયા છે.

  • Latest and Breaking News on NDTV
  • ડ્રોન હુમલો: બીજી એક તસવીરમાં અમેરિકન ડ્રોન ઇરાનની સ્પીડ બોટ્સ પર હુમલો કરતું દેખાય છે, જેની નીચે કેપ્શન લખ્યું છે – “બાય બાય, ફાસ્ટ બોટ્સ.”

  • સ્પેસ ફોર્સ: એક તસવીરમાં ટ્રમ્પ પોતે અંતરિક્ષમાં ‘સ્પેસ ફોર્સ’ સાથે દેખાય છે, જ્યાં તેઓ એક સ્પેસશીપમાં ‘કિલ બટન’ દબાવતા જોવા મળે છે.

તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં અમેરિકાનું યુદ્ધ જહાજ ઇરાની વિમાનને નિશાન બનાવે છે અને ટ્રમ્પ ટેબલ પર આંગળીઓ ચલાવતા “ફાયર, બૂમ” બોલતા સંભળાય છે.

Latest and Breaking News on NDTV

ઇરાનને ટ્રમ્પની છેલ્લી ચેતવણી

આ તસવીરો પોસ્ટ કર્યા બાદ ટ્રમ્પે ઇરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે લખ્યું:

“ઇરાન માટે સમય ખૂબ જ ઝડપથી નીકળી રહ્યો છે. તેઓએ વહેલી તકે શાંતિ કરાર તરફ આગળ વધવું પડશે. જો તેઓ સમયસર પગલાં નહીં ભરે, તો તેમનું કંઈ જ બચશે નહીં. અત્યારે સમય ખૂબ જ મહત્વનો છે.”

શા માટે વધી રહ્યો છે વિવાદ?

નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીથી અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર મોટા હુમલા શરૂ કર્યા છે ત્યારથી આ સંઘર્ષ સતત ચાલુ છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તેલની કટોકટી પણ ઊભી થઈ છે. દુનિયાનો ૨૫ ટકા તેલ નિકાસ જે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) દરિયાઈ માર્ગેથી થાય છે, ત્યાં અત્યારે નાકેબંધી જેવી સ્થિતિ છે. આ વિવાદમાં હવે ઇઝરાયેલ અને લેબેનાન જેવા પાડોશી દેશો પણ ખેંચાઈ આવ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

praxpatel

ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાબા બાગેશ્વરનું ઐતિહાસિક સંબોધન: ‘વિશ્વમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે મનમાં શાંતિ હશે’

praxpatel

ભારતીય આકાશમાં બે જ કંપનીઓનું રાજ: ઈન્ડિગો અને એર ઈન્ડિયા પાસે 91% માર્કેટ શેર

praxpatel