Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ગિનીમાં મોટી દુર્ઘટના: કચરાનો પહાડ ધરાશાયી થતાં 30 લોકોના દર્દનાક મોત, ઝૂંપડાં કાટમાળમાં દટાયા

africa

africa: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં એક અત્યંત દર્દનાક હોનારત સર્જાઈ છે. શહેરની સૌથી મોટી કચરા ડમ્પિંગ સાઈટ પર ભારે વરસાદના કારણે કચરા અને માટીનો વિશાળ ઢગલો અચાનક ધસી પડ્યો હતો, જેના પરિણામે આસપાસ આવેલા મકાનો અને ઝૂંપડાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

મુખ્ય મુદ્દા (Highlights):

  • કોનાક્રીના દાર-એસ-સલામ વિસ્તારમાં ભારે વરસાદ બાદ કચરાનો મોટો ઢગલો ધરાશાયી થયો.

  • ગિની નાગરિક સુરક્ષા સેવા દ્વારા 30 લોકોના મોતના પ્રાથમિક આંકડાની પુષ્ટિ.

  • કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ.

  • જે દિવસે ડમ્પિંગ સાઈટ સત્તાવાર રીતે બંધ થવાની હતી, તે જ દિવસે આ ભયાનક દુર્ઘટના બની.

ભારે વરસાદ બાદ વહેલી સવારે સર્જાયો કાળમુખો બનાવ

આ દુર્ઘટના કોનાક્રીના દાર-એસ-સલામ વિસ્તારમાં બની હતી, જ્યાં લાંબા સમયથી મોટા પાયે કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. રવિવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. પાણીના પ્રવાહને કારણે કચરા અને કાદવનો વિશાળ ભાગ ખસી પડ્યો હતો અને જોતજોતામાં નજીકની ઝૂંપડપટ્ટી પર ફરી વળ્યો હતો.

ડમ્પિંગ સાઈટ બંધ થવાના દિવસે જ હોનારત

સેનિટરી અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાદૂ બેલોએ જણાવ્યું કે, આ ડમ્પિંગ સાઈટને રવિવારે જ કાયમી ધોરણે બંધ કરવાની સત્તાવાર યોજના ઘડવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓને અગાઉથી વિસ્તાર ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. ઘણી ફેમિલીઓ સ્થળાંતર કરી ગઈ હતી, પરંતુ હજુ પણ ઘણા પરિવારો ત્યાં રહેતા હતા જે આ હોનારતનો ભોગ બન્યા.

સરકાર દ્વારા રાહત કાર્ય અને પુનર્વસન

ગિનીના પ્રાદેશિક વહીવટ અને વિકેન્દ્રીકરણ મંત્રી દિયેનાબૂ તુરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે વિસ્તારમાં બાકી રહેલા તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડી તાત્કાલિક પુનર્વસન કરવામાં આવશે. હાલ બચાવ ટુકડીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોને જીવિત બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

વિઝા કૌભાંડ: અમેરિકાની આઈટી કંપનીઓ પર તવાઈ, કોગ્નિઝન્ટ રડારમાં

praxpatel

ઈરાનનો દાવો સાચો ઠર્યો: અમેરિકાનું મહાકાય E-3 સેન્ટ્રી વિમાન તોડી પાડ્યું, સાઉદી એરબેઝ પર દેખાયો કાટમાળ

praxpatel

લંડનની હોટલમાં સાઉદી રાજકુમારના મોત મામલે મોટો ખુલાસો: ડ્રગ્સ અને દારૂના કોકટેલના લીધે થયુ હતું મોત

praxpatel