Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ RTO: આજથી શરૂ થયો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, ભૂલ કરી તો કોમ્પ્યુટર જ કરશે નાપાસ

અમદાવાદ RTO: આજથી શરૂ થયો હાઇટેક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, ભૂલ કરી તો કોમ્પ્યુટર જ કરશે નાપાસ

અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે આજથી (13 જુલાઈ 2026) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવો ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો છે. હવે આ ટેસ્ટમાં જો તમે નાની ભૂલ કરશો, તો કોમ્પ્યુટર જ તમને સીધા નાપાસ જાહેર કરશે.

જો તમે પણ લાયસન્સ માટે ટેસ્ટ આપવાના છો, તો આ નવા નિયમો અને પ્રક્રિયા ખાસ જાણી લો.

ટેસ્ટ આપતા પહેલા આ પ્રક્રિયા ફરજિયાત છે

  • RFID ટેગ અને રજિસ્ટ્રેશન: સૌથી પહેલા અરજદારે રજિસ્ટ્રેશન કરાવીને RFID ટેગ મેળવવાનો રહેશે.

  • માર્ગદર્શક વીડિયો: ટેસ્ટ આપતા પહેલા ટેસ્ટની માહિતી આપતો વીડિયો જોવો ફરજિયાત છે.

  • સિસ્ટમ ટ્રેકિંગ: જો કોઈ વીડિયો જોયા વગર સીધો ટ્રેક પર જશે, તો સિસ્ટમ તેને આગળ વધવા દેશે નહીં.

  • ફેસ કેપ્ચર અને સિગ્નલ: ટ્રેક પર જતા પહેલા તમારો ફોટો કેપ્ચર થશે. ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયા પછી જ ટેસ્ટ શરૂ કરવાનો રહેશે.

ટુ-વ્હીલર ટેસ્ટ માટેના કડક નિયમો

ટુ-વ્હીલર લાયસન્સ મેળવવા માટે અરજદારે 60 સેકન્ડમાં સરપેન્ટાઈન (સાપ આકારનો) ટ્રેક પૂરો કરવાનો રહેશે. ટેસ્ટ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો:

  • વાહન ફક્ત બતાવેલી દિશામાં જ ચલાવવાનું રહેશે.

  • ટ્રેકની બંને બાજુ આપેલી પીળી લાઇનને ટચ થવી જોઈએ નહીં.

  • સૌથી મહત્વનો નિયમ: ટેસ્ટ દરમિયાન પગ નીચે મૂકવાનો નથી. જો પગ નીચે મુકાશે તો તમે ફેલ ગણાશો.

ફોર-વ્હીલર ટેસ્ટ માટેના 3 મુશ્કેલ તબક્કા

ફોર-વ્હીલર માટે ટેસ્ટ ટ્રેક પર ત્રણ મહત્વના અને અઘરા તબક્કા રાખવામાં આવ્યા છે:

1. રિવર્સ S (સમય: 150 સેકન્ડ)

ગાડી આગળ લઈ ગયા પછી રિવર્સમાં ‘S’ આકાર બનાવીને છેક છેડે આવવાનું રહેશે. આમાં વધુમાં વધુ બે વાર પીળી લાઇનને અડવાની છૂટ છે, ત્રીજી વારમાં અરજદાર ફેલ થશે. આ ટેસ્ટમાં ગાડી આગળ ચલાવી શકાશે નહીં.

2. ઇંગ્લિશ 8 (સમય: 120 સેકન્ડ)

ગાડીને અંગ્રેજી ‘8’ આકારમાં ચલાવવાની રહેશે. આમાં બે વારથી વધુ કર્બ હિટ થશે તો ફેલ ગણાશે. આ ઉપરાંત, ગાડીને 3 સેકન્ડથી વધુ સમય ઊભી રાખી શકાશે નહીં અને રિવર્સ પણ લઈ શકાશે નહીં.

3. પેરેલલ પાર્કિંગ (સમય: 130 સેકન્ડ)

અરજદારે આપેલા બોક્સમાં ગાડીને રિવર્સમાં પેરેલલ પાર્ક કરવાની રહેશે. આ તબક્કામાં એક પણ વાર પીળી લાઇનને અડવાની છૂટ નથી. ગાડી યોગ્ય રીતે પાર્ક થતા જ ડિસ્પ્લે પર ‘Vehicle Parked Move Ahead’ લખાઈને આવશે.

ખાસ નોંધ: પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢતી વખતે પણ પીળી લાઇન ટચ થવી જોઈએ નહીં. જો કોઈ ખાસ કિસ્સામાં વિવાદ થાય, તો વીડિયો પુરાવા તરીકે જોઈને રી-ટેસ્ટ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં NEET પરીક્ષામાં મોટો હોબાળો: હિજાબ અને કંઠી મુદ્દે VHP-AIMIM સામસામે, 3 લોકોની અટકાયત

praxpatel

પદ્મ વિભૂષણ પંડવાની ગાયિકા તીજન બાઈનું નિધન, 70 વર્ષની વયે રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

praxpatel

રાજસ્થાનમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ! યુગાન્ડાથી આવેલી મહિલામાં દેખાયા લક્ષણો, સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

praxpatel