Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

CSKના નવા હેડ કોચ કોણ? આર. અશ્વિને આપ્યું આ મોટું નામ, ભવિષ્ય માટે કહી મોટી વાત

CSKના નવા હેડ કોચ કોણ? આર. અશ્વિને આપ્યું આ મોટું નામ, ભવિષ્ય માટે કહી મોટી વાત

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને તેના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા છે. આ સાથે જ આઈપીએલ (IPL) ઈતિહાસના સૌથી સફળ કોચ ફ્લેમિંગના 17 વર્ષના સુવર્ણ કાર્યકાળનો અંત આવ્યો છે. હવે સીએસકે (CSK) ફ્રેન્ચાઈઝી નવા હેડ કોચની શોધ કરી રહી છે.

આ દરમિયાન ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વિષય પર પોતાની મહત્વની પ્રતિક્રિયા આપી છે.

અશ્વિનના મતે ધોની છે સર્વશ્રેષ્ઠ વિકલ્પ

અશ્વિનનું માનવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે (csk) હવે એક નવા યુગની શરૂઆત કરવી જોઈએ. તેણે જણાવ્યું કે જો મહેન્દ્ર સિંહ ધોની પોતે કોચિંગની જવાબદારી સંભાળવા તૈયાર થાય, તો ફ્રેન્ચાઈઝી માટે તેનાથી શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં. ધોની ટીમની રગેરગથી વાકેફ છે અને ખેલાડીઓ પણ તેને ખૂબ માન આપે છે.

સ્ટીફન ફ્લેમિંગ અને ધોનીના વિચારો એકબીજા સાથે ખૂબ મળતા આવતા હતા. ફ્લેમિંગ જાણતા હતા કે ધોની કઈ રીતે નિર્ણયો લે છે. બંનેની આ સફળ ભાગીદારી લાંબા સમય સુધી ચાલી અને ટીમે ઘણી સફળતાઓ મેળવી.

નવા કોચ સામે હશે મોટો પડકાર

અશ્વિને વધુમાં ઉમેર્યું કે જો ધોની કોચ ન બને, તો ટીમે એક એવા કોચની શોધ કરવી પડશે જે પોતાના દમ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકે. જે પણ નવા હેડ કોચ બનશે, તેમના માટે પડકાર સરળ નહીં હોય.

તેનું કારણ એ છે કે મહેન્દ્ર સિંહ ધોની આજે પણ સીએસકેનો સૌથી પ્રભાવશાળી ચહેરો છે. ટીમની પસંદગી સહિતના ઘણા મહત્વના નિર્ણયો પર તેમનો અભિપ્રાય ઘણો મહત્વનો રહે છે. આ સ્થિતિમાં નવા કોચ સામે શરૂઆતમાં કેટલીક અનિશ્ચિતતાઓ ચોક્કસપણે રહેશે.

ફ્લેમિંગનો અદભુત ટ્રેક રેકોર્ડ

સ્ટીફન ફ્લેમિંગ 2008માં પ્રથમ સીઝનમાં એક ખેલાડી તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયા હતા. ત્યારબાદ 2009માં તેઓ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેમના 17 વર્ષના કાર્યકાળ દરમિયાન CSK એ 5 IPL ખિતાબ અને 2 ચેમ્પિયન્સ લીગ T20 ટ્રોફી જીતી છે. આ સિવાય ટીમે રેકોર્ડ 12 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને 10 વખત ફાઈનલ રમી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ઇન્ડોનેશિયાએ પીએમ મોદીને આપ્યું પોતાનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ સુબિયાંતોએ કરી જાહેરાત

praxpatel

IPL 2026: ઈડન ગાર્ડન્સમાં વૈભવ સૂર્યવંશીનું તોફાન, KKR સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી જીત્યું ચાહકોનું દિલ

praxpatel

ગેસની પાઇપલાઇન વપરાશકર્તાઓ માટે ચિંતામાં વધારો કે ઘટાડો? જાણો સરકારે શું કરી મોટી જાહેરાત :-

ANIL PATEL