Gujarat Plus
Breaking News
આપ

જુઠ્ઠા લાલની જુઠ્ઠી પાર્ટી ભાજપ, વલસાડમાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયો નથી : કમલેશ પટેલ AAP

જુઠ્ઠા લાલની જુઠ્ઠી પાર્ટી ભાજપ, વલસાડમાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયો નથી : કમલેશ પટેલ AAP

AAPના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો દાવો પાયાવિહોણો : AAP

ભાજપ સાંસદ ધવલ પટેલના નિવેદનને વલસાડ AAPએ કરી કડક શબ્દોમાં નિંદા

ભાજપ ભ્રમ ફેલાવી રહી છે, AAPનો કોઈ કાર્યકર જોડાયો નથી : જીતુભાઈ દેસાઈ

અમદાવાદ/ વલસાડ/ ગુજરાત

વલસાડ જિલ્લા ભાજપના સાંસદ મિસ્ટર જુઠાલાલ એટલે કે ધવલ પટેલે ધરમપુરનાં ફલધરા ગામમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના 400થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એટલું જ નહીં સ્ટેજ પરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટી વાતો કરીને લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યુ છે ત્યારે વલસાડ આમ આદમી પાર્ટીના નેતાઓએ સાંસદની આ વાતને તદ્દન વખોડી કાઢી છે.

વલસાડમાં આમ આદમી પાર્ટી નેતા કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફલધરામાં ભાજપની મિટીંગમાં આમ આદમી પાર્ટીના 400 લોકો જોડાયા આવી વાત સાંસદ દ્વારા કરવામાં આવી હતી. મને મિડિયા મારફતે જાણવા મળ્યું ત્યારે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી એ એક મોટો પરિવાર બની રહ્યો છે. લોકોના હક, આરોગ્ય અને શિક્ષણ માટે લડી રહ્યા છીએ ત્યારે જુઠ્ઠા લાલની જુઠ્ઠી પાર્ટી ભાજપ શિક્ષણ, આરોગ્ય, જમીન, પેસા કાયદામાં ખૂબ અન્યાય કરી રહી છે. એટલે આમ આદમી પાર્ટી કોઇ દિવસ ભાજપમાં જોડાય નહીં. શિક્ષિત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે ત્યારે અમે લોકો નાનામાં નાના માણસનો હક લઇને રહીશું. ભાજપ આવી જુઠ્ઠી વાતો કરીને લોકોમાં ભ્રમણા ફેલાવી રહી છે. આ વાતને હું વખોડી કાઢું છું.

AAP પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો દાવા બાબતે આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મિડિયામાં સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનાં 400 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આ સમાચાર તદ્દન પાયાવિહોણા છે. આ સમાચારમાં કોઇ તથ્ય નથી. આમ આદમી પાર્ટીના કોઇ પણ ચાલુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા નથી. આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઇ રહી છે. છેલ્લા 6 થી 7 મહિનામાં આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યકરો જોડાયા છે અને આવનાર દિવસોમાં પણ જોડાશે. આમ આદમી પાર્ટી તાલુકા-જિલ્લા પંચાયત સહિત આવનાર દિવસોમાં જે પણ ચૂંટણી આવશે તેને મજબૂતાઇથી લડશે.

સંબંધિત પોસ્ટ્સ

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ANIL PATEL

માંડવી ટાંકી દુર્ઘટના પાછળ ભાજપને ફંડ આપેલ કંપનીએ ગેરરીતિ આચરી : રાકેશ હિરપરા

ANIL PATEL

મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી

ANIL PATEL