બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી સુપરહિટ ગીતોવાળી ફિલ્મ ‘આવારાપન’ની સિક્વલ ‘આવારાપન 2’ (Awarapan 2)નું ધમાકેદાર ટીઝર સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
નવી સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ
ડાયરેક્ટર નીતિન કક્કડના નિર્દેશનમાં બનેલી ‘આવારાપન 2’ માં ઇમરાન હાશ્મીની સાથે સલિલ આચાર્ય અને શબાના આઝમી પણ દમદાર રોલમાં જોવા મળશે. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ભારતમાં ફ્લોપ પણ પાકિસ્તાનમાં સુપરહિટ હતી ‘આવારાપન’
આવારાપન 2 ની ચર્ચા વચ્ચે તેના પહેલા ભાગ (પ્રીક્વલ)ની યાદો પણ તાજી થઈ ગઈ છે. મોહિત સૂરીના ડાયરેક્શનમાં બનેલી વર્ષ 2007ની ફિલ્મ ‘આવારાપન’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી:
-
આ ફિલ્મનું બજેટ 18 કરોડ રૂપિયા હતું, પરંતુ તે વર્લ્ડવાઈડ માત્ર 12 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી.
-
ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં આ ફિલ્મનો ભારે ક્રેઝ હતો અને ત્યાં તે સુપરહિટ સાબિત થઈ હતી.
-
તે સમયે હિમશે રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરૂર’ સામે ટકરાવાને કારણે ‘આવારાપન’ના કલેક્શન પર માઠી અસર પડી હતી.
સુપરહિટ ગીતો અને ડીવીડી ક્રેઝ
ભલે આ ફિલ્મ થિયેટરોમાં કમાણી ન કરી શકી, પણ તેના ગીતો (જેમ કે ‘તોહ કિયા મિલેગા’ અને ‘તેરા મેરા રિશ્તા’) આજે પણ લોકોના દિલમાં વસેલા છે. થિયેટરમાંથી ઉતાર્યા બાદ આ ફિલ્મ ડીવીડી (DVD) અને ટીવી પર ખૂબ જોવાઈ અને ઓનલાઈન માધ્યમો પર સુપરહિટ સાબિત થઈ. હવે જોવાનું એ રહેશે કે 19 વર્ષ બાદ આવી રહેલી આ સિક્વલ કમાણીના મામલામાં કેવા રેકોર્ડ બનાવે છે.
