Gujarat Plus
Breaking News
બિઝનેસ

વાવાઝોડા અને વરસાદના કારણે ACના વેચાણમાં મોટો ઘટાડો, પણ આ વસ્તુઓની માંગમાં આવ્યો જોરદાર ઉછાળો

વાવાઝોડા અને વરસાદના કારણે ACના વેચાણમાં મોટો ઘટાડો, પણ આ વસ્તુઓની માંગમાં આવ્યો જોરદાર ઉછાળો

હવામાનમાં આવેલા અચાનક બદલાવ અને વધતી મોંઘવારીના કારણે આ વર્ષે એર કંડિશનર (AC)નું વેચાણ ધાર્યા કરતાં ઘણું ઓછું રહ્યું છે. જૂન મહિનામાં દેશના ઘણા ભાગોમાં જોવા મળેલા વાવાઝોડા, કમોસમી વરસાદ અને રાત્રિના નીચા તાપમાનને કારણે લોકોએ એસી ખરીદવાનું ટાળ્યું છે. બીજી તરફ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અને ડેરી પ્રોડક્ટ્સ જેવી ચીજવસ્તુઓનું વેચાણ આકાશને આંબી રહ્યું છે.

મોંઘવારીના કારણે લોકોએ AC ને બદલે કુલર પસંદ કર્યા

ગોદરેજ એન્ટરપ્રાઈઝિસના બિઝનેસ હેડ કમલ નંદીના જણાવ્યા અનુસાર, મોંઘવારીના કારણે પણ એસીના વેચાણને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એસીની કિંમતોમાં 18 થી 20 ટકા સુધીનો વધારો થયો છે. કિંમતો બહુ વધી જતાં મધ્યમ વર્ગના ગ્રાહકો હવે મોંઘા એસી ખરીદવાને બદલે એર કુલર અને પંખા જેવા સસ્તા વિકલ્પો તરફ વળ્યા છે. જોકે, પ્રીમિયમ સેગમેન્ટમાં રેફ્રિજરેટર (ફ્રિજ) અને વોશિંગ મશીનની માંગ મજબૂત રહી છે.

કોકા-કોલા અને સોફ્ટ ડ્રિંક્સનું રેકોર્ડ બ્રેક વેચાણ

એસીનું માર્કેટ ભલે ઠંડું રહ્યું હોય, પરંતુ ઠંડા પીણાં (Cold Drinks) બનાવતી કંપનીઓ માટે આ ઉનાળો શાનદાર રહ્યો છે. કોકા-કોલા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, આખી સીઝન દરમિયાન સોફ્ટ ડ્રિંક્સની માંગ ખૂબ જ મજબૂત રહી છે. ખાસ કરીને નાના પેકિંગ અને ક્વિક કોમર્સ (ઝડપી હોમ ડિલિવરી) ના કારણે વેચાણમાં જબરદસ્ત ફાયદો થયો છે.

આઈસ્ક્રીમ અને દહીંના વેચાણમાં 30% નો ઉછાળો

ડેરી સેક્ટરમાં પણ આવો જ તેજીનો માહોલ જોવા મળ્યો છે. મધર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જયતીર્થ ચારીએ જણાવ્યું કે:

  • જૂન ક્વાર્ટરમાં આઈસ્ક્રીમ અને ડેરી પ્રોડક્ટ્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 30 ટકાથી વધુ નો વધારો થયો છે.

  • આઈસ્ક્રીમ ઉપરાંત દહીં, લસ્સી અને છાસ જેવા વેલ્યુ-એડેડ ઉત્પાદનોની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે.

જૂન મહિનો એસી કંપનીઓ માટે નબળો રહ્યો હોવા છતાં, પ્રીમિયમ મોડલ્સના કારણે ઓવરઓલ બિઝનેસ વેલ્યુમાં 35 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

મોંઘવારીનો માર: સાબુથી લઈને બિસ્કિટ સુધીની વસ્તુઓ થશે મોંઘી, FMCG કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં

praxpatel

નોકરીની ટેન્શન છોડો! ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, ઓછી મૂડીમાં થશે શાનદાર કમાણી

praxpatel

ભારતીય અબજોપતિની મોટી એન્ટ્રી: સન ફાર્મા અમેરિકાની Organon કંપનીને ₹1.10 લાખ કરોડમાં ખરીદશે

praxpatel