Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં એકસાથે ૩ સિસ્ટમ સક્રિય: જાણો આગામી દિવસોમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં એકસાથે ૩ સિસ્ટમ સક્રિય: જાણો આગામી દિવસોમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ ભલે ધીમી હોય, પરંતુ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ-ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોને કારણે જુલાઈની શરૂઆતમાં જ સારો વરસાદ જોવા મળી શકે છે.

આ ૩ સિસ્ટમ થઈ સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે એકસાથે ત્રણ સિસ્ટમ કામ કરી રહી છે: ૧. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨. મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન ૩. પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ

આ ત્રણેય સિસ્ટમના કારણે આગામી ૨ અને ૩ જુલાઈએ રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

૨ થી ૪ જુલાઈ આ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

આગામી ૨ થી ૪ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે:

  • સુરત

  • વલસાડ

  • નવસારી

  • ડાંગ

આ વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. આગામી ૧ અને ૨ જુલાઈએ દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. આથી માછીમારોને આ દિવસો દરમિયાન દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમના કારણે પવનની ગતિ ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આજે કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રવિવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે:

  • ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.

  • સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

  • દક્ષિણ ગુજરાત: સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ: બફારો વધશે

એકતરફ વરસાદી માહોલ છે, તો બીજીતરફ લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે. હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે.

આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી આસપાસ રહેશે. અમદાવાદમાં પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. આમ, લોકોને પવન અને વરસાદની સાથે ભેજયુક્ત ગરમીનો પણ સામનો કરવો પડશે.

સંબંધિત પોસ્ટ્સ

દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી: ગોમતી ઘાટ પર ભારે કરંટમાં બે લોકો તણાયા, સ્થાનિકોએ આ રીતે બચાવ્યો જીવ

praxpatel

ઈરાન જંગ વચ્ચે ભારતીય કેપ્ટનનો ‘માસ્ટરસ્ટ્રોક’: હોર્મુઝ સ્ટ્રેટમાં દુશ્મનોને ચકમો આપી ક્રૂડ ઓઈલ ભરેલું ટેન્કર મુંબઈ પહોંચ્યું

praxpatel

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

ANIL PATEL