Gujarat Plus
Breaking News
ક્રાઇમ

લિવ-ઈનનો વિરોધ કરતા દીકરીએ બોયફ્રેન્ડ સાથે મળી માતા-પિતા અને બહેનને પતાવી દીધા!

લિવ-ઈન નો વિરોધ કરતા દીકરીએ બોયફ્રેન્ડ સાથે મળી માતા-પિતા અને બહેનને પતાવી દીધા!

બેંગલુરુમાંથી એક ચોંકાવનારો અને હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના કે.આર. પુરમ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ માતા-પિતા અને નાની બહેનની હત્યા કરી નાખી છે. ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમને પોલીસ શોધી રહી છે. મળતી માહિતી મુજબ, આરોપી દીકરી તેના બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. તેના માતા-પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા. આ બાબતને લઈને પરિવારમાં ભારે વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે માતા-પિતા દીકરીને મળવા ગયા હતા, જ્યાં આ ખોફનાક ઘટના બની હતી.

દીકરીના એપાર્ટમેન્ટમાં ગયો હતો પરિવાર

શરૂઆતી તપાસ મુજબ, સોમસુંદર તેમની પત્ની મુથુ લક્ષ્મી અને નાની દીકરી સુપ્રિયા સાથે મોટી દીકરી શ્વેતાના ઘરે ગયા હતા. શ્વેતા સીગેહલ્લી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં તેના બોયફ્રેન્ડ કેનેથ સાથે રહેતી હતી. માતા-પિતા શ્વેતાના આ લિવ-ઈન સંબંધોથી નારાજ હતા.

સોમવારે પણ આ જ બાબતે સોમસુંદર અને શ્વેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે શ્વેતા અને તેના બોયફ્રેન્ડ કેનેથે કથિત રીતે પિતા, માતા અને બહેન પર છરી વડે ઉપરાઉપરી અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા.

મૃતકોની થઈ ઓળખ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:

  • સોમસુંદર (ઉંમર 52 વર્ષ) – પિતા

  • મુથુ લક્ષ્મી (ઉંમર 48 વર્ષ) – માતા

  • સુપ્રિયા (ઉંમર 19 વર્ષ) – નાની બહેન

ત્રણેયને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા

ઘટનાની જાણ થતાં જ કે.આર. પુરમ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઈસ્ટ પોઈન્ટ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના સોમવારે રાત્રે સીગેનાહલ્લીના એક એપાર્ટમેન્ટમાં બની હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્વેતા છેલ્લા બે મહિનાથી તેના બોયફ્રેન્ડ સાથે ફ્લેટમાં રહેતી હતી. સોમવારે સાંજે પરિવાર તેમને સમજાવવા માટે ફ્લેટ પર ગયો હતો. તપાસકર્તાઓને શંકા છે કે ત્યાં તેમની વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને ગુસ્સામાં આવીને બંને આરોપીઓએ ત્રણેય સભ્યોની હત્યા કરી નાખી. હાલ પોલીસની અલગ-અલગ ટીમો ફરાર પ્રેમી પંખીડાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

શરમજનક: 15 વર્ષની આદિવાસી બાળકીનું અપહરણ કરી વૃદ્ધને વેચી દીધી, લગ્ન કરાવી ખેતરમાં આચર્યું દુષ્કર્મ

praxpatel

કારની લાલચમાં એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થીઓ બન્યા હત્યારા: મદદ કરવાના બહાને વેપારીને પતાવી દીધો

praxpatel

ખૌફનાક કાંડ! ગર્લફ્રેન્ડ ના રૂમ પર લઈ જઈ પત્નીનું મર્ડર, લાશ બાથરૂમમાં છુપાવી બંને ફરાર

praxpatel