Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

Assembly Elections Exit Poll 2026: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા

Assembly Elections Exit Poll 2026: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા

Exit Poll  ; વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ લાઈવ: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ, એક્ઝિટ પોલના પરિણામો પણ એક પછી એક બહાર આવવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણીલક્ષી પાંચેય રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં રેકોર્ડ મતદાન થયું છે. આજે સાંજે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ, એક્ઝિટ પોલ્સમાં વિવિધ રાજ્યોનું ચિત્ર ઉભરવા લાગ્યું. તમને જણાવી દઈએ કે એક્ઝિટ પોલ મતદાન પછી તરત જ કરવામાં આવતો એક સર્વે છે જેમાં મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે અને તેના આધારે સંભવિત પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આજે સાંજે મતદાનના અંત સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll) બહાર આવ્યા છે. આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે કયા રાજ્યમાં કયો પક્ષ બાજી મારી શકે છે.

તમિલનાડુ Exit Poll (MATRIZE)

તમિલનાડુમાં ફરી એકવાર સ્ટાલિનનો જાદુ ચાલતો દેખાઈ રહ્યો છે.

  • DMK+: 122-132 બેઠકો

  • NDA: 87-100 બેઠકો

  • TVK (વિજય): 10-12 બેઠકો

  • અન્ય: 0-6 બેઠકો

  • નિષ્કર્ષ: એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં DMK ગઠબંધન ફરી સરકાર બનાવી શકે છે.

આસામ એક્ઝિટ પોલ (MATRIZE & AXIS MY INDIA)

આસામમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

  • BJP: 85 થી 100 બેઠકો

  • કોંગ્રેસ: 24 થી 36 બેઠકો

  • અન્ય: 6-12 બેઠકો

  • વોટ શેર: ભાજપને 45.5% અને કોંગ્રેસને 39.8% વોટ મળવાનો અંદાજ છે.

પશ્ચિમ બંગાળમાં રસાકસી

બંગાળમાં મમતા બેનર્જીની TMC અને ભાજપ વચ્ચે સીધો જંગ છે. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે તેમની પાર્ટી બે-તૃતીયાંશ બહુમતી સાથે જીતશે. બીજી તરફ ભાજપ પણ પોતાની જીત માટે આશાવાદી છે.

પરિણામ ક્યારે આવશે?

યાદ રહે કે આ માત્ર એક્ઝિટ પોલના અંદાજો છે. ચૂંટણીના સચોટ અને સત્તાવાર પરિણામો 4 મે, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદ અને ધોલેરામાં સ્થપાશે ‘ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક’

praxpatel

ટ્રમ્પની ટેરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

aminparmar

Godhraમાં ચોરોનો આતંક: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની Mahindra Scorpio ઘરઆંગણેથી ચોરી

Maheriya Nirali