Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે CM? અમિત શાહે કરી મોટી જાહેરાત

ભાજપ

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન લાવવા માટે ભાજપે કમર કસી છે. શુક્રવારે એક પ્રચાર રેલી દરમિયાન અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા અને બંગાળના ભવિષ્યને લઈને ભાજપ નો પ્લાન રજૂ કર્યો હતો.

કોણ હશે બંગાળના આગામી મુખ્યમંત્રી?

લાંબા સમયથી ચાલતી અટકળો પર વિરામ મુકતા અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો કોઈ બહારની વ્યક્તિને જવાબદારી નહીં સોંપવામાં આવે.

  • બંગાળી ચહેરો: અમિત શાહે વિશ્વાસ અપાવ્યો કે, “ભાજપ નો મુખ્યમંત્રી બંગાળનો દીકરો જ હશે અને તે બંગાળનો જ રહેવાસી હશે.”

  • પરિવારવાદ પર પ્રહાર: તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ કોઈ વંશવાદી પક્ષ નથી કે જ્યાં ‘ફોઈ પછી ભત્રીજો’ સત્તા સંભાળે.

૬ મહિનામાં UCC લાગુ કરવાનું વચન

અમિત શાહે જાહેરાત કરી છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો ૬ મહિનાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે.

  • તુષ્ટિકરણનો આરોપ: તેમણે કહ્યું કે વોટબેંકની રાજનીતિને કારણે બંગાળમાં દાયકાઓ સુધી એક સમાન કાયદો લાગુ ન થઈ શક્યો.

  • એક સમાન કાયદો: બંગાળમાં દરેક નાગરિક માટે એક જ કાયદો હશે. શું કોઈને ચાર પત્ની રાખવાની છૂટ આપવી તે તુષ્ટિકરણ નથી?

TMC ના વીડિયો દાવાઓને ફગાવ્યા

હુમાયુ કબીર અને ભાજપ વચ્ચેના કથિત જોડાણના વીડિયો અંગે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી આવા અનેક વીડિયો બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ આવા નેતાઓ સાથે સમજૂતી કરવાને બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે.

સંબંધિત પોસ્ટ્સ

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 8 વર્ષ પછી રમાશે ટેસ્ટ મેચ, જાણો શા માટે આ મેચ WTCનો હિસ્સો નથી

praxpatel

‘મેં હિટલરથી પ્રેરણા લઈને…’ તેલંગાણાના CM રેવંત રેડ્ડીના નિવેદન પર ભારે રાજકીય હોબાળો

praxpatel

બિહારમાં મળ્યો દુર્લભ ખનિજોનો ભંડાર, જમુઈમાં સોનું હોવાના સંકેત, ટૂંક સમયમાં હરાજી શરૂ થશે

praxpatel