Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ઈરાનના પહાડોમાં અમેરિકન એરમેનનું દિલધડક રેસ્ક્યુ: CIAની એક અફવા અને 200 કમાન્ડોનું મિશન

ઈરાનના પહાડોમાં અમેરિકન એરમેન નું દિલધડક રેસ્ક્યુ: CIAની એક અફવા અને 200 કમાન્ડોનું મિશન

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હાલ ચરમસીમાએ છે. 3 એપ્રિલ, 2026ના રોજ એક એવી ઘટના બની જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ઈરાની મિસાઈલે અમેરિકાના F-15E ફાઈટર પ્લેનને તોડી પાડ્યું. પ્લેન પડતા પહેલા પાઈલટ અને એરમેન પેરાશૂટથી કૂદી ગયા. પાઈલટ તો બચી ગયો, પણ એરમેન ઈરાનના ખતરનાક પહાડોમાં ફસાઈ ગયો.

60,000 ડોલરનું ઈનામ અને શિકારીઓની ફોજ ; એરમેન

અમેરિકન સૈનિક ઈરાનની ધરતી પર છે તે જાણતા જ ઈરાન સરકારે મોટી જાહેરાત કરી. એરમેનને પકડવા માટે 60,000 ડોલરનું ઈનામ જાહેર કરાયું. આ લાલચમાં સ્થાનિક લોકો અને આદિવાસીઓ હથિયાર લઈને પર્વતોમાં નીકળી પડ્યા. એરમેન માટે જીવ બચાવવો હવે મુશ્કેલ હતો.

7,000 ફૂટની ઊંચાઈએ છુપાયો એરમેન

પગમાં ગંભીર ઈજા હોવા છતાં, એરમેન હિંમત હાર્યો નહીં. તે 2 કિલોમીટર જેટલું ચઢાણ ચઢીને ઝાગ્રોસ પર્વતની 7,000 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો. તે એક સાંકડી તિરાડમાં છુપાઈ ગયો. દુશ્મનો તેને ટ્રેક ન કરી શકે તે માટે તેણે રેડિયોનો બહુ ઓછો ઉપયોગ કર્યો. તેણે માત્ર એટલું જ સંદેશો મોકલ્યો – ‘God is Good’.

CIAની માસ્ટરમાઈન્ડ ચાલ

અમેરિકાની જાસૂસી સંસ્થા CIA એ અહીં એક મોટી યુક્તિ અજમાવી. તેમણે ઈરાનમાં અફવા ફેલાવી કે અમેરિકાએ સૈનિકને સમુદ્ર માર્ગે બચાવી લીધો છે. ઈરાની સેના આ સાંભળીને દરિયા કિનારે પહોંચી ગઈ. આ બાજુ CIA ને પર્વતોમાં ઓપરેશન કરવાનો સમય મળી ગયો.

200 કમાન્ડો અને સીલ ટીમ સિક્સનું ઓપરેશન

એરમેનનું લોકેશન મળતા જ અમેરિકાએ 200 સ્પેશિયલ કમાન્ડોને ઈરાનમાં ઉતાર્યા. આ મિશનમાં MQ-9 રીપર ડ્રોન અને શક્તિશાળી વિમાનોની મદદ લેવાઈ. આકાશમાંથી વિમાનોએ સુરક્ષા કવચ બનાવ્યું અને જમીન પર કમાન્ડોએ એરમેનને શોધવાનું શરૂ કર્યું.

પોતાના જ વિમાનોને ફૂંકી માર્યા

રેસ્ક્યુ દરમિયાન મોટી મુશ્કેલી આવી. અમેરિકાના બે MC-130J વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ. આ વિમાનો ઈરાનના હાથમાં ન જાય તે માટે અમેરિકન કમાન્ડોએ તેને વિસ્ફોટથી ઉડાવી દીધા. ત્યારબાદ નવા વિમાનો મંગાવીને તમામ સૈનિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

અંતે ‘WE GOT HIM’

લગભગ 36 કલાક સુધી ચાલેલા આ ખતરનાક મિશન બાદ એરમેનને બચાવી લેવાયો. તેને સારવાર માટે કુવૈત લઈ જવામાં આવ્યો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું – ‘WE GOT HIM!’

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: ધાર્મિક કાર્યક્રમમાં ‘સેવ-ખમણી’ ખાતા 96 લોકોને ફૂડ પોઈઝનિંગ, ગામમાં મચ્યો હડકંપ

praxpatel

Energy Crisis: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કમર્શિયલ ગેસનો પુરવઠો 20% વધાર્યો, જાણો કોને થશે ફાયદો

praxpatel

ભાજપની ‘નો રિપીટ થિયરી’ સામે સવાલ: પાલડીમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરોમાં ભારે રોષ

praxpatel