Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

નિવૃત્તિ બાદ હવે યુરોપમાં ક્રિકેટ રમશે અજિંક્ય રહાણે, એમસ્ટરડમ ફ્લેમ્સે બનાવ્યો માર્કી પ્લેયર

નિવૃત્તિ બાદ હવે યુરોપમાં ક્રિકેટ રમશે અજિંક્ય રહાણે, એમસ્ટરડમ ફ્લેમ્સે બનાવ્યો માર્કી પ્લેયર

આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અજિંક્ય રહાણેનું બેટ શાંત રહેવાનું નથી. રહાણે હવે વિદેશી ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે પ્રથમ વખત આયોજિત થઈ રહેલી યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) માં રમતો જોવા મળશે, જ્યાં ‘એમસ્ટરડમ ફ્લેમ્સ’ ટીમે તેને પોતાના ઉદ્ઘાટન સીઝન માટે માર્કી પ્લેયર તરીકે સાઇન કર્યો છે.

BCCI ના નિયમો અનુસાર મળી પરવાનગી

૩૮ વર્ષીય અજિંક્ય રહાણેએ ૩૦ જુલાઈના રોજ ઇન્ટરનેશનલ અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. BCCI ના નિયમો મુજબ, સંન્યાસ લીધા બાદ ભારતીય ખેલાડીઓ વિદેશી ટી૨૦ લીગમાં રમવા માટે પાત્ર બને છે.

ક્યારે અને ક્યાં રમાશે ETPL?

ICC ની માન્યતા ધરાવતી આ લીગનું આયોજન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન ૨૬ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ૬ ટીમો વચ્ચે ધ હેગ અને ડબલિન ખાતે રમાશે. રહાણે એમસ્ટરડમ ફ્લેમ્સનો હિસ્સો રહેશે, જેની કપ્તાની ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ કરશે.

દિગ્ગજોથી સજ્જ હશે લીગ

આ લીગમાં ભારતીય ક્રિકેટના અન્ય મોટા નામો પણ જોડાયેલા છે. પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ ડબલિન ગાર્ડિયન્સના સહ-માલિક છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન આ જ ટીમની કપ્તાની સંભાળશે. ગ્લેન મેક્સવેલ અને મિચેલ સેન્ટનર પણ અનુક્રમે બેલફાસ્ટ વોલ્વ્સ અને એડિનબર્ગ કેસલ રોકર્સના કપ્તાન છે. આ ઉપરાંત સ્ટીવ વો, ક્રિસ ગેલ અને મેથ્યુ હેડન જેવા દિગ્ગજો પણ વિવિધ ભૂમિકાઓમાં જોવા મળશે.


સંબંધિત પોસ્ટ્સ

T20 વર્લ્ડ કપ 2028 માટે ICCનો મોટો નિર્ણય, બદલાયો આખો ફોર્મેટ

praxpatel

IPL 2026 વચ્ચે મોટા સમાચાર: પંજાબ કિંગ્સ ના બોલિંગ કોચ બન્યા આ ટીમના હેડ કોચ, જેમ્સ હોપ્સને મળી મોટી જવાબદારી!

praxpatel

ICC રેન્કિંગમાં બેથ મૂનીની બાદશાહત, પોતાની જ સાથી ખેલાડીને પાછળ છોડી નંબર-1 પર કબજો કર્યો

praxpatel