IPL 2026 અને બિગ બેશ લીગ (BBL) ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સના બોલિંગ કોચ જેમ્સ હોપ્સને હવે એક મોટી અને નવી જવાબદારી સોંપવામાં આવી છે. IPL 2026 ની સીઝન ચાલી રહી છે ત્યારે પંજાબ કિંગ્સના કેમ્પમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. પંજાબ કિંગ્સ ના બોલિંગ કોચ જેમ્સ હોપ્સની બિગ બેશ લીગ (BBL) ની ટીમ સિડની સિક્સર્સના હેડ કોચ તરીકે વરણી કરવામાં આવી છે.
બે વર્ષનો કરાર ; પંજાબ કિંગ્સ
સિડની સિક્સર્સે 4 મેના રોજ સત્તાવાર જાહેરાત કરી હતી. જેમ્સ હોપ્સને બે વર્ષના કોન્ટ્રાક્ટ પર આ જવાબદારી સોંપવામાં આવી છે. 47 વર્ષના હોપ્સ પ્રથમ વખત કોઈ પ્રોફેશનલ ટીમના હેડ કોચ તરીકે કામ કરશે.
હોપ્સનો કોચિંગ અનુભવ
જેમ્સ હોપ્સ અત્યારે પંજાબ કિંગ્સ માં બોલિંગ કોચ છે. આ સિવાય તેઓ વોશિંગ્ટન ફ્રીડમ ટીમ સાથે પણ જોડાયેલા છે. અગાઉ તેઓ દિલ્હી કેપિટલ્સ અને બ્રિસ્બેન હીટ જેવી ટીમો સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરી ચુક્યા છે.
ગ્રેગ શિપર્ડનું સ્થાન લેશે
હોપ્સે સિડની સિક્સર્સમાં ગ્રેગ શિપર્ડનું સ્થાન લીધું છે. શિપર્ડને તેમનો કરાર પૂરો થાય તે પહેલા જ હટાવી દેવામાં આવ્યા છે. જેમ્સ હોપ્સે આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, સિડની સિક્સર્સ જેવી પ્રતિષ્ઠિત ક્લબ સાથે જોડાવું એ ગર્વની વાત છે.
શાનદાર ક્રિકેટર રહી ચુક્યા છે હોપ્સ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સનો કરિયર ઘણો લાંબો રહ્યો છે.
-
તેમણે ઓસ્ટ્રેલિયા માટે 84 ODI મેચ રમી છે.
-
તેમણે 12 T20I મેચમાં પણ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
-
સિડની સિક્સર્સના મેનેજમેન્ટને આશા છે કે હોપ્સનો અનુભવ ખેલાડીઓને નિખારવામાં મદદરૂપ થશે.
