Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

બોપલમાં આર્મીએ મોરચો સંભાળ્યો,: અમદાવાદ શહેરમાં અવિરત પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવા અને ભૂવા પડવાના કારણે વાહનચાલકો અને રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

બોપલમાં આર્મીએ મોરચો સંભાળ્યો, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

વરસાદી પાણી ભરાતાં અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારતીય સેના (Indian Army) ના જવાનોએ બોટ ઉતારીને સોસાયટીના ફસાયેલા રહીશોનું રેસ્ક્યૂ કર્યું હતું. બીજી તરફ બાવળા નજીક આવેલા ગેલપ્સ પાર્કમાં પાણી ભરાતાં ફસાયેલા 900 જેટલા લોકોને SDRF અને પોલીસની ટીમે સલામત સ્થળે ખસેડ્યા હતા.

શેલામાં બેઝમેન્ટ બન્યું તળાવ: કરોડોની કારો ગરકાવ

શેલા વિસ્તારમાં આવેલી આકાશ રેસિડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં વરસાદી પાણી ઘૂસી જતાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાર્કિંગમાં મુકેલી અનેક મોંઘીદાટ કારો પાણીમાં ગરકાવ થઈ જતાં રહીશોને ભારે આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

મકરબા: 1000થી વધુ ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યા

મકરબા પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલા ઈન્દિરાનગરના 1000 થી વધુ ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી ગયા હતા.

  • ગંદકી અને પાણી ભરાવાના કારણે રહીશોએ સરકારી શાળામાં આશરો લેવો પડ્યો છે.

  • સાણંદ, ચાંગોદર અને સરખેજ તરફનો વાહનવ્યવહાર પણ રસ્તા બંધ થવાથી ખોરવાયો હતો.

એરપોર્ટ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ જળમગ્ન

  • એરપોર્ટ: સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ 1 ના ચેક-ઈન એરિયામાં છતમાંથી પાણી ટપકતા જોવા મળ્યા હતા. બહાર ઘૂંટણસમા પાણી ભરાતાં મુસાફરો હેરાન થયા હતા.

  • સમરસ હોસ્ટેલ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની મેસમાં પાણી ભરાઈ જતાં 1000 થી વધુ વિદ્યાર્થિનીઓ અટવાઈ પડી હતી.

  • સ્ટેડિયમ વિસ્તાર: કોટેશ્વર મહાદેવ નજીક અચાનક ભૂવો પડતાં એકસાથે 4 વાહનો ફસાયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

સંબંધિત પોસ્ટ્સ

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

Maheriya Nirali

રામ મંદિર ચઢાવા ચોરી કેસ: ચંપત રાય પર કેમ ઉઠ્યા સવાલો? જાણો અંદરની આખી વાર્તા

praxpatel

CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય: તમિલનાડુમાં સેંકડો દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

praxpatel