Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

2 વર્ષ પછી મયંક યાદવનું ધમાકેદાર કમબેક: મેચના પ્રથમ બોલે વિકેટ લઈ રચ્યો ઈતિહાસ

2 વર્ષ પછી મયંક યાદવનું ધમાકેદાર કમબેક: મેચના પ્રથમ બોલે વિકેટ લઈ રચ્યો ઈતિહાસ

લગભગ બે વર્ષના લાંબા સમયગાળા પછી ભારતીય ટીમમાં વાપસી કરનારા ફાસ્ટ બોલર મયંક યાદવે શાનદાર શરૂઆત કરી છે. ઝિમ્બાબ્વે સામે હરારે ખાતે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં મયંક યાદવે પોતાની પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે.

તેની ઝડપી સનસનાટીભરી બોલિંગ સામે ઝિમ્બાબ્વેનો ઓપનર બ્રાયન બેનેટ ટકી શક્યો ન હતો. આ સાથે જ ભારતને મેચના પહેલા જ બોલે મોટી સફળતા મળી ગઈ હતી.

પ્રથમ બોલે જ બ્રાયન બેનેટની લીધી વિકેટ

કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નવી બોલ મયંક યાદવને સોંપી હતી.

  • મયંક યાદવે પ્રથમ બોલ પર જ બ્રાયન બેનેટને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

  • અમ્પાયરે શરૂઆતમાં નોટઆઉટ આપ્યો હતો.

  • ઈશાન કિશનના કહેવાથી કેપ્ટન શ્રેયસ અય્યરે DRS લીધું હતું.

  • રિવ્યુમાં બોલ બેટને અડીને ગઈ હોવાનું સ્પષ્ટ દેખાતા નિર્ણય ભારતની તરફેણમાં આવ્યો હતો.

T20I મેચના પ્રથમ બોલે વિકેટ લેનાર ભારતનો ત્રીજો બોલર

આ વિકેટની સાથે જ મયંક યાદવે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. તે T20I મેચના પહેલા જ બોલે વિકેટ લેનાર ભારતનો ત્રીજો બોલર બની ગયો છે.

  • અર્શદીપ સિંહ: 2024 T20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે પ્રથમ બોલે વિકેટ લીધી હતી.

  • હાર્દિક પંડ્યા: 2025 એશિયા કપમાં પાકિસ્તાનના સાઈમ અયૂબને પ્રથમ બોલે આઉટ કર્યો હતો.

  • મયંક યાદવ: 2026માં ઝિમ્બાબ્વે સામે પ્રથમ બોલે વિકેટ ઝડપી આ યાદીમાં શામેલ થયો.

T20Iમાં બે વાર આ કારનામું કરનાર ચોથો ભારતીય

મયંક યાદવે આ મેચમાં વધુ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેણે પોતાની અગાઉની T20I મેચમાં પણ ઇનિંગ્સના પ્રથમ બોલે જ વિકેટ ઝડપી હતી.

  • ઓક્ટોબર 2024માં હૈદરાબાદ ખાતે બાંગ્લાદેશ સામે તેણે પરવેઝ હુસૈન એમોનને પ્રથમ બોલે આઉટ કર્યો હતો.

  • હવે ઝિમ્બાબ્વે સામે પણ પ્રથમ બોલે વિકેટ લઈને તે T20I ઇનિંગ્સના પ્રથમ બોલે બે વાર વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર બન્યો છે.

  • આ યાદીમાં ભુવનેશ્વર કુમાર 3 વાર વિકેટ લઈને સૌથી આગળ છે.

  • જ્યારે હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને મયંક યાદવ 2-2 વાર આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર: વનડે અને T20 મેચના સમયમાં મોટો ફેરફાર, હવે આટલા વાગ્યે શરૂ થશે મેચ

praxpatel

CSKમાં મોટો ફેરફાર: ઈજાગ્રસ્ત ખેલાડી IPL 2026 માંથી બહાર, ધોનીના લખનૌ પ્રવાસ પર પણ મોટું અપડેટ

praxpatel

‘દરેક સંકટનો બોજ લોકો પર જ કેમ?’ PM મોદીના નિવેદન પર અરવિંદ કેજરીવાલનો વળતો પ્રહાર

praxpatel