Gujarat Plus
Breaking News
બિઝનેસ

Jio નો ફ્રીડમ ઓફર: 15 મહિના સુધી મળશે 100Mbps સ્પીડ, 12 OTT એપ્સ અને 1000+ લાઈવ TV ચેનલ્સ ફ્રી

Jio નો ફ્રીડમ ઓફર: 15 મહિના સુધી મળશે 100Mbps સ્પીડ, 12 OTT એપ્સ અને 1000+ લાઈવ TV ચેનલ્સ ફ્રી

સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ (Reliance Jio) એ પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક શાનદાર ‘ફ્રીડમ ઓફર’ (Freedom Offer) ની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ જિઓ ફાઈબર (JioFiber) અને એર ફાઈબર (Jio AirFiber) યુઝર્સને પૂરા 15 મહિના સુધી 100Mbps ની હાઈ-સ્પીડથી ઈન્ટરનેટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

શું છે આ ખાસ ઓફર?

જીઓનો આ ફ્રીડમ ઓફર ખાસ કરીને તે યુઝર્સ માટે છે જેઓ એકસાથે લાંબા સમયનું રિચાર્જ કરાવવા માંગે છે.

  • કિંમત: આ પ્લાન માટે યુઝર્સે ₹10,000 નો ખર્ચ કરવો પડશે.

  • વેલિડિટી: સામાન્ય રીતે 12 મહિનાના પ્લાનમાં કંપની 3 મહિના વધારાની વેલિડિટી આપી રહી છે, એટલે કે કુલ 15 મહિનાની વેલિડિટી મળશે.

  • બચત: સામાન્ય રીતે 100Mbps નો પ્લાન દર મહિને ₹899 + GST માં આવે છે, જેનો 15 મહિનાનો ખર્ચ આશરે ₹16,000 સુધી થાય છે. આ ઓફરથી યુઝર્સને દર મહિને માત્ર ₹666 માં ઈન્ટરનેટ પડશે, જેથી ₹6,000 સુધીની સીધી બચત થશે.

મળશે આ શાનદાર બેનિફિટ્સ

આ પ્લાન લીધા પછી યુઝર્સે 15 મહિના સુધી રિચાર્જ કરાવવાની કોઈ ચિંતા રહેશે નહીં. પ્લાનમાં નીચે મુજબના લાભો મળશે:

  • હાઈ-સ્પીડ ઈન્ટરનેટ: 15 મહિના સુધી સતત 100Mbps ની સ્પીડે અનલિમિટેડ ઈન્ટરનેટ.

  • લાઈવ ટીવી: 1000 થી વધુ લાઈવ TV ચેનલ્સનો એક્સેસ.

  • 12 OTT એપ્સ: મનોરંજન માટે 12 લોકપ્રિય OTT એપ્સનું સબસ્ક્રિપ્શન.

કઈ-કઈ OTT એપ્સ મળશે?

આ પ્લાનમાં Jio Hotstar, Zee5, SonyLIV, SunNXT, HoiChoi, Discovery+, TimesPlay, TarangPlus, ErosNow, Lionsgate Play, ShemarooMe અને ETV Win નો સમાવેશ થાય છે.

ઓફરનો લાભ કેવી રીતે લેવો?

આ ઓફર હાલમાં MyJio App પર ઉપલબ્ધ છે.

  1. તમારા ફોનમાં MyJio એપ ઓપન કરો.

  2. હોમ પેજ પર તમને ‘Jio Freedom Offer’ નું બેનર દેખાશે.

  3. તેના પર ટેપ કરીને તમે તમારા Jio Home WiFi ને સરળતાથી રિચાર્જ કરી શકો છો.

સંબંધિત પોસ્ટ્સ

વ્યાજમાંથી જ થશે ₹5 લાખની કમાણી: પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમ આપે છે ગેરંટીડ રિટર્ન

praxpatel

બાઇક લોન માટે કેટલો સિબિલ સ્કોર હોવો જોઈએ? જાણો લોન મંજૂર કરાવવા માટેની આ જરૂરી વાતો

praxpatel

સોના-ચાંદીના ભાવમાં ભયંકર કડાકો: ચાંદી એક જ દિવસમાં રૂ. 19 હજાર તૂટી, સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ

praxpatel