ડિજિટલ યુગની સાથે હવે વૈશ્વિક શેરબજારમાં પણ યુગપરિવર્તન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ચોક્કસ સમયે ખુલતું શેરબજાર હવે ૨૪ કલાક ચાલુ રહેશે. બ્રિટનનું લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) આ નવી સિસ્ટમ લાવવા જઈ રહ્યું છે. આનાથી રોકાણકારો દિવસ કે રાત, ગમે ત્યારે ટ્રેડિંગ કરી શકશે.
૧. શું છે ‘LSE 24’ અને તેનો મુખ્ય હેતુ?
લંડન સ્ટોક એક્સચેન્જે આ નવા પ્લેટફોર્મનું નામ ‘LSE 24’ રાખ્યું છે.
-
આ પ્લેટફોર્મથી અઠવાડિયાના ૫ દિવસ ૨૪ કલાક ટ્રેડિંગ થઈ શકશે.
-
વિશ્વભરના અલગ-અલગ ટાઇમ ઝોનના રોકાણકારોને આનો સીધો ફાયદો થશે.
-
માર્કેટની કોઈપણ ઈમરજન્સી ઘટના પર રોકાણકારો તરત જ નિર્ણય લઈ શકશે.
-
રોકાણકારો પોતાના રિસ્ક (જોખમ)ને વધુ સારી રીતે મેનેજ કરી શકશે.
૨. શું રહેશે ટ્રેડિંગનો નવો સમય?
LSE 24 નો સમય સોમવારથી શુક્રવાર સાંજે ૫:૦૦ વાગ્યાથી સવારે ૭:૫૦ વાગ્યા સુધીનો રહેશે.
-
દરરોજ સાંજે ૬:૩૦થી ૭:૦૦ વચ્ચે ૩૦ મિનિટનો બ્રેક રાખવામાં આવશે.
-
મુખ્ય લંડન સ્ટોક એક્સચેન્જ તેના નિયમિત સમય (સવારે ૮:૦૦ થી સાંજે ૪:૩૦) મુજબ જ ચાલશે.
-
LSE 24 પ્લેટફોર્મ મુખ્ય બજારથી સાવ અલગ અને સ્વતંત્ર રીતે કામ કરશે.
૩. ક્યારથી શરૂ થશે આ સેવા?
વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આ પ્લેટફોર્મનું ગ્રાહકો માટે ટેસ્ટિંગ શરૂ થઈ જશે.
-
જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ ૨૦૨૭ના પ્રથમ ૬ મહિનામાં ‘LSE 24’ લોન્ચ કરાશે.
-
શરૂઆતમાં ‘એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ’ (ETPs)માં ટ્રેડિંગ શરૂ થશે.
-
ત્યારબાદ બીજા તબક્કામાં ઇક્વિટી (શેર) ટ્રેડિંગ પણ શરૂ કરવામાં આવશે.
૪. AI બેઝ્ડ ટ્રેડિંગ પર રહેશે વિશેષ ફોકસ
આ નવું પ્લેટફોર્મ આધુનિક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ટ્રેડિંગને સપોર્ટ કરશે.
-
ઓટોમેટેડ અને AI ટ્રેડિંગ સિસ્ટમ માટે સેફ કનેક્ટિવિટી મળશે.
-
ઓર્ડર મેનેજમેન્ટ અને સેટલમેન્ટની પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સરળ બનશે.
-
આ સુવિધાથી વૈશ્વિક નાણાકીય માર્કેટમાં લંડનનું સ્થાન વધુ મજબૂત થશે.
