Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

પેપર લીક મામલે હવે 10 વર્ષની જેલ અને ₹10 કરોડનો દંડ! વિદ્યાર્થી આંદોલન બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ

પેપર લીક મામલે હવે 10 વર્ષની જેલ અને ₹10 કરોડનો દંડ! વિદ્યાર્થી આંદોલન બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ

દેશમાં સતત વધી રહેલા પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ માં સુધારાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

સરકાર આગામી ચોમાસુ સત્ર દરમિયાન આ સુધારેલું બિલ સંસદમાં રજૂ કરવા જઈ રહી છે.

નવા કાયદામાં કઈ-કઈ કડક જોગવાઈઓ છે?

પેપર લીક માફિયાઓ અને ગડબડ કરનારાઓ સામે આ નવા કાયદા હેઠળ અત્યંત કડક જોગવાઈઓ રાખવામાં આવી છે:

  • ૧૦ વર્ષની જેલ: પેપર લીકના ગુનામાં દોષિત ઠરનારને 10 વર્ષ સુધીની જેલની સજા થશે.

  • ₹૧૦ કરોડનો દંડ: ગુનેગારો પર ₹10 કરોડ સુધીનો ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે.

  • ફાસ્ટ ટ્રેક કોર્ટ: કેસની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે, જે માત્ર 3 મહિનાની અંદર તપાસ પૂરી કરીને ચુકાદો આપશે.

પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પેપર લીક એ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે અને તેમાં કોઈ પણ પ્રકારની ચલાવી લેવામાં આવશે નહીં.

CJP સાથે તટસ્થ સ્થળે વાટાઘાટો

બીજી તરફ, આંદોલન કરી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે દિલ્હીના ‘કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા’ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી.

CJP એ અગાઉ કોઈ પણ સરકારી નિવાસસ્થાને બેઠક કરવાનો ઈનકાર કરીને તટસ્થ સ્થળની શરત મૂકી હતી, જેને સરકારે સ્વીકારી લીધી હતી.

વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ

બેઠક દરમિયાન CJP દ્વારા સરકાર સમક્ષ નીચે મુજબની માંગણીઓ મૂકવામાં આવી છે:

  1. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

  2. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગડબડો માટે જવાબદારી નક્કી કરવી.

  3. આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવા.

એક તરફ સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ સાધીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે કડક કાનૂની માળખું તૈયાર કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણી: મીનાક્ષી નટરાજનને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભડકો, ક્રોસ વોટિંગનો ખતરો!

praxpatel

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આગોતરા જામીન ફગાવી શકાય, પણ સરન્ડરનો આદેશ ન આપી શકાય

praxpatel

NEET પેપર લીક કેસના બે માસ્ટરમાઇન્ડની ધરપકડ; ત્રીજી મોટી ધરપકડ નજીક છે—આગળ શું થશે?

praxpatel