Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો: ભારત તરફ આવી રહ્યા છે 11 જહાજ, ગુજરાતના બંદરો પર થશે આગમન

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો: ભારત તરફ આવી રહ્યા છે 11 જહાજ, ગુજરાતના બંદરો પર થશે આગમન

Strait of Hormuz Update: મધ્ય પૂર્વના મહત્વના દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ જળમાર્ગ’ પર ફરીથી અવરજવર શરૂ થઈ ગઈ છે. તણાવ વચ્ચે પણ ભારતના ૧૧ જહાજો સુરક્ષિત રીતે આ માર્ગ પાર કરી ચૂક્યા છે. આ સમાચારથી ભારતના ઉર્જા અને કૃષિ ક્ષેત્રને મોટી રાહત મળી છે.

હોર્મુઝમાં સ્થિતિ સામાન્ય: વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજો હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. હાલમાં ભારતીય ધ્વજ ધરાવતા અન્ય ૧૦ જહાજો હજુ ફારસની ખાડીમાં હાજર છે અને વેઈટિંગમાં છે. જ્યારે ૨ જહાજો આ બાજુથી ખાડીમાં પ્રવેશી ચૂક્યા છે.

ગુજરાતના વડિનાર અને સિક્કા બંદરે આવશે ક્રૂડ ઓઈલ

ભારતના ૩ મોટા ક્રૂડ ઓઈલ ટેન્કર હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ ત્રણેય જહાજોના નામ નીચે મુજબ છે:

  • દેશ વૈભવ: આ જહાજ ગુજરાતના વડિનાર બંદરે આવશે.

  • દેશ વિભોર: આ જહાજ ગુજરાતના સિક્કા બંદરે પહોંચશે.

  • સનમાર હેરાલ્ડ: આ જહાજ ૧ જુલાઈએ ઓડિશાના પારાદીપ બંદરે પહોંચશે.

આ ત્રણેય જહાજો ૮,૬૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઈલ લાવી રહ્યા છે. આ જહાજો પર ૯૪ ભારતીય નાવિકો સવાર છે.

ખેડૂતો માટે રાહત: ખરીફ સીઝન પહેલા આવશે ખાતરનો જથ્થો

હોર્મુઝ સંકટના કારણે દેશમાં યુરિયાની અછતનો ડર હતો. પરંતુ હવે ખેડૂતો માટે સારા સમાચાર છે. ૪ ભારતીય જહાજો યુરિયા, DAP અને સલ્ફર લઈને હોર્મુઝ પાર કરી ચૂક્યા છે.

આ જહાજો ગુજરાતના મુંદ્રા, આંધ્રપ્રદેશના કૃષ્ણાપટ્ટનમ-કાકીનાડા અને ઓડિશાના પારાદીપ બંદરો પર આવી રહ્યા છે. ખરીફ સીઝન શરૂ થાય તે પહેલા જ ખાતરનો આ પુરવઠો ભારત પહોંચી જશે.

શા માટે મહત્વનો છે હોર્મુઝ માર્ગ? વિશ્વનું ૨૦ થી ૨૫% ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ આ માર્ગ પરથી પસાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ થી ૮૫% તેલ આ જ રૂટથી આયાત કરે છે.

ભારત સરકારની સુરક્ષા વ્યૂહરચના

ભારત સરકારે કૂટનીતિ અને ભારતીય નૌસેનાની મદદથી સ્થિતિને કાબૂમાં રાખી છે. ભવિષ્યની સુરક્ષા માટે ભારત હવે વૈકલ્પિક દરિયાઈ માર્ગો પર પણ વિચાર કરી રહ્યું છે. લાંબા ગાળે દેશમાં જ તેલનું ઉત્પાદન વધારવા અને ગ્રીન એનર્જી તરફ આગળ વધવા સરકાર પ્લાન કરી રહી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર ચાકુથી હુમલો, માથામાં આવ્યા 11 ટાંકા

praxpatel

અમેરિકાની ‘Naughty and Nice’ લિસ્ટ: જાણો કયા NATO દેશો પર તોળાઈ રહ્યું છે સંકટ?

praxpatel

સિદ્ધારમૈયા અપડેટ: ‘હાઈકમાન્ડે રાજ્યસભા જવાનું કહ્યું, મેં ના પાડી’ – CM પદેથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન

praxpatel