Gujarat Plus
Breaking News
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ, જાણો સાચી રીત

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ અડધું કામ છે, બાકીનું અડધું કામ તેની પોસ્ટ-સર્જરી કેર એટલે કે ઓપરેશન પછીની સંભાળ છે. જો તમે યોગ્ય કાળજી નહીં રાખો, તો નવા આવનારા વાળના ગ્રોથ પર તેની માઠી અસર પડી શકે છે.

વાળ ધોવાની સાચી રીત (Hair Wash Tips)

સર્જરી પછી માથું ધોવા માટે ડૉક્ટરના જણાવ્યા મુજબના મેડિકલ શેમ્પૂ અને લોશનનો જ ઉપયોગ કરો.

  • લોશન: સૌથી પહેલા ટ્રાન્સપ્લાન્ટ કરેલા ભાગ પર લોશન લગાવો.

  • સમય: લોશનને 30 મિનિટ સુધી રહેવા દો જેથી પોપડા નરમ થાય.

  • શેમ્પૂ: ત્યારબાદ હળવા હાથે શેમ્પૂ લગાવી નવશેકા પાણીથી સાફ કરો.

  • પાણીનું પ્રેશર: યાદ રાખો, પાણીનું પ્રેશર બિલકુલ ઓછું હોવું જોઈએ.

  • સુકવવાની રીત: વાળ સુકવવા માટે ટુવાલ ન ઘસો. પેપર નેપકિનથી હળવેથી ટેપ કરો.

રિકવરી દરમિયાન શું ધ્યાન રાખવું?

ઓપરેશન પછી થોડા દિવસો સોજો કે ખંજવાળ આવવી સામાન્ય છે.

  • સૂવાની રીત: સોજો ઘટાડવા માટે માથું ઊંચું રાખીને પીઠના સહારે સૂવો.

  • ખંજવાળ: માથામાં ક્યારેય નખ ન મારો. ખંજવાળ આવે તો ડૉક્ટરની સલાહ મુજબ દવા લો.

  • શેવિંગ: જો દાઢીના વાળ લીધા હોય, તો 1 અઠવાડિયા પછી શેવિંગ કરી શકાય છે.

પરિણામ ક્યારે દેખાશે? (Results Timeline)

હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ રાતોરાત નથી મળતું, તેમાં ધીરજ રાખવી પડે છે:

  1. શોક લોસ: પહેલા 3 અઠવાડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ખરી જશે. આ સામાન્ય છે.

  2. નવો ગ્રોથ: 3 થી 4 મહિના પછી નવા વાળ ઉગવાનું શરૂ થશે.

  3. 6 મહિના: તમને લગભગ 60% જેટલું પરિણામ જોવા મળશે.

  4. 1 વર્ષ: 10 થી 12 મહિના પછી જ તમને ફાઈનલ અને ઘટ્ટ વાળ જોવા મળશે.

જીવનશૈલીમાં ફેરફાર

  • સૂર્યપ્રકાશ: બહાર નીકળતી વખતે ધૂળ અને તડકાથી બચવા ટોપી પહેરો.

  • વ્યાયામ: ઓપરેશનના 10 દિવસ પછી જ કસરત શરૂ કરો.

  • વ્યસન: ઘા જલ્દી રુઝાય તે માટે ઓછામાં ઓછા 2 અઠવાડિયા આલ્કોહોલથી દૂર રહો.

સંબંધિત પોસ્ટ્સ

વ્લાદિમીર પુતિને ઝેલેન્સ્કી સાથે બેઠકનો સાફ ઇનકાર કર્યો, BRICS વિશે કહ્યું- ‘તેણે G-7 ને પાછળ છોડી દીધું છે’

praxpatel

PM મોદીનો નવો રેકોર્ડ: 8931 દિવસથી એક પણ રજા વગર દેશસેવા, અમિત શાહે આપી પ્રતિક્રિયા

praxpatel

IPL 2026: મોહમ્મદ શમીએ ઝહીર ખાનને પછાડ્યો, પાવરપ્લેમાં વિકેટ લેવાની યાદીમાં મોટો ઉલટફેર

praxpatel