Gujarat Plus
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: હનુમાન મંદિરના સભા મંડપની છત તૂટી, 5ના મોત અને 30થી વધુ ભક્તો દટાયા

મહારાષ્ટ્રના પરભણીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. યશવાડી મારૂતિ મંદિરના સભા મંડપની છત ધરાશાયી થતાં 5 લોકોના મોત થયા છે અને 30થી વધુ ભક્તો દટાયા છે. વાંચો પૂરો અહેવાલ.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના માનવત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યશવાડી મારૂતિ મંદિરમાં આજે શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મંદિર પરિસરમાં આવેલા સભા મંડપની છત અચાનક કડડભૂસ થઈને તૂટી પડી હતી. આ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

શનિવાર હોવાના કારણે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. પૂજા-અર્ચના ચાલી રહી હતી ત્યારે જ અચાનક છત તૂટી પડી. છત પડતાં જ મંદિરમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ખૂબ જ ભયાનક છે.

કાટમાળ નીચે અનેક ભક્તો દબાયા

પ્રાથમિક માહિતી મુજબ, સભા મંડપનો સ્લેબ તૂટવાને કારણે અંદાજે 30થી 40 ભક્તો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. અકસ્માત એટલો સર્જાયો હતો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. જો કે, વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને રાહત-બચાવની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ રહી છે.

 

ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

પશ્ચિમ બંગાળના ‘એન્ટી ગુંડા બિલ’ પર મોટો રાજકીય વિવાદ: રાષ્ટ્રપતિએ પરત મોકલ્યાના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કર્યો ઈનકાર

praxpatel

Kalsarp Yog 2026: 23 જૂન સુધી કાલસર્પ યોગનો પ્રકોપ, આ 3 રાશિઓના કરિયર અને નોકરી પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ!

praxpatel

વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: PM મોદીના વિદેશ પ્રવાસથી દેશને થયા ૧૦ મોટા ફાયદા, BJP એ ગણાવ્યું ‘દસ કા દમ’

praxpatel