Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

AMC માં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: ₹1.60 કરોડની વસૂલાત, અધિકારીઓ સામે એક્શન!

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: ₹1.60 કરોડની વસૂલાત, અધિકારીઓ સામે એક્શન!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું મહા કૌભાંડ થયું છે. આ મામલો બહાર આવતા જ કોર્પોરેશનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચારેબાજુથી ઘેરાયેલા શાસક પક્ષે આખરે કૌભાંડી અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક FIR કરો: ચેરમેન

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના ચેરમેન કમલેશ પટેલે વહીવટી તંત્રને આકરા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવે. સામાન્ય નાગરિકો પાસેથી કડક ટેક્સ વસૂલતું તંત્ર પોતાના ભ્રષ્ટ અધિકારીઓ સામે ઢીલું વલણ ન રાખી શકે.

₹1.60 કરોડની વસૂલાત અને મિલકતની તપાસ

આ ચકચારી કૌભાંડની પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કૌભાંડી અધિકારીઓ પાસેથી 1.60 કરોડ રૂપિયાની માતબર રકમ વસૂલ કરી લીધી છે. જોકે, સ્ટેન્ડિંગ કમિટી માત્ર આટલી રકમ વસૂલ કરીને મામલો દબાવવા માંગતી નથી. કમિટીએ ભ્રષ્ટ અધિકારીઓની આવક કરતાં વધુ મિલકત (Disproportionate Assets) ની તપાસ કરવાના પણ આદેશ આપ્યા છે. આ સમગ્ર તપાસ પૂરી કરીને આગામી ત્રણ મહિનામાં તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.

કૌભાંડીઓને જેલ ભેગા કરવાની તૈયારી

ભવિષ્યમાં અન્ય કોઈ અધિકારી પ્રજાના ટેક્સના પૈસામાં આવો ભ્રષ્ટાચાર ન કરે તે માટે કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના આદેશ બાદ ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવા માટેની તમામ કાયદાકીય પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તમામ ગુનેગારોની ધરપકડ થઈ શકે છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

ટ્રમ્પે ફરી ટેન્શન વધાર્યું! રાષ્ટ્રીય સુરક્ષાના નામે નવા ટેરિફ જાહેર કરી શકે છે અમેરિકા, ભારત પર પણ અસર: રિપોર્ટમાં દાવો

aminparmar

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: મુઝફ્ફરાબાદમાં આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 20 સૈનિકોના મોતની આશંકા

praxpatel