Gujarat Plus
Breaking News
ક્રાઇમ

21 વર્ષની યુવતી પ્રેમીને મળવા ગઈ ને પાછી ન ફરી, 26 દિવસ બાદ જંગલમાંથી મળ્યું કંકાલ

21 વર્ષની યુવતી પ્રેમીને મળવા ગઈ ને પાછી ન ફરી, 26 દિવસ બાદ જંગલમાંથી મળ્યું કંકાલ

ઓડિશાના ક્યોંઝર જિલ્લામાંથી એક દિલ દહેલાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 21 વર્ષની યુવતીની તેના જ પ્રેમીએ ઘાતકી હત્યા કરી નાખી છે. ગુનો છુપાવવા માટે આરોપીએ લાશને જંગલમાં દાટી દીધી હતી. ઘટનાના 26 દિવસ બાદ પોલીસને જંગલમાંથી યુવતીનું કંકાલ (હાડપિંજર) મળી આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

ચારિત્ર્ય પર શંકા રાખીને કરી હત્યા

  • મૃતક યુવતીનું નામ અનિતા મહાકુડ (ઉંમર 21) હતું.

  • જ્યારે ધરપકડ કરાયેલા આરોપી પ્રેમીનું નામ સંગ્રામ આલ્દા છે.

  • આ ઘટના બડબિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદ્રસાહી પંચાયતના ઝાડગાંવ ગામની છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને પોતાની પ્રેમિકાના ચારિત્ર્ય પર શંકા હતી. તેને લાગતું હતું કે અનિતાનું અન્ય કોઈ યુવક સાથે પણ અફેર છે. આ વાતને લઈને બંને વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો.

વાતચીત કરવા બોલાવી અને પતાવી દીધી

11 મે 2026 ના રોજ આરોપીએ અનિતાને વાતચીત કરવાના બહાને એક સૂમસામ જગ્યાએ બોલાવી હતી. ત્યાં તેણે અનિતા સામે પ્રસ્તાવ મૂક્યો, જે અનિતાએ ફગાવી દીધો.

આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. ગુસ્સામાં આવીને સંગ્રામે ધારદાર ચપ્પુથી અનિતા પર હુમલો કરી દીધો. આ હુમલામાં અનિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. કોઈને જાણ ન થાય તે માટે આરોપીએ લાશને ઘાઢ જંગલમાં લઈ જઈને દાટી દીધી.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

ઘટના બાદ અનેક દિવસો સુધી અનિતા ઘરે ન ફરી. આખરે 14 મેના રોજ તેની માતા પ્રમિલા મહાકુડે બડબિલ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

  • પોલીસે આ મામલે તપાસ શરૂ કરી.

  • ટેકનિકલ પુરાવા અને કોન્ટેક્ટ્સની તપાસ કરતા પોલીસને સંગ્રામ પર શંકા ગઈ.

  • પોલીસે સંગ્રામની કડક પૂછપરછ કરતા અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને હત્યાની આખી કહાની જણાવી દીધી.

26 દિવસ બાદ જંગલમાંથી મળ્યું કંકાલ

આરોપીની પૂછપરછ બાદ પોલીસ તેને ઘટનાસ્થળે લઈ ગઈ. આરોપીની નિશાનદેહી પર પોલીસે રાયદા સિદ્ધમઠ રિઝર્વ ફોરેસ્ટમાં તપાસ અભિયાન હાથ ધર્યું.

મેજિસ્ટ્રેટની હાજરીમાં જમીનનું ખોદકામ કરવામાં આવ્યું. જેમાંથી 26 દિવસ બાદ યુવતીનું કંકાલ મળી આવ્યું હતું. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પણ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકઠા કર્યા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ BNS ની કલમ 103(1) અને 238 હેઠળ કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<

સંબંધિત પોસ્ટ્સ

Punjab Crime News: કેનેડાથી આવેલા આશિકનો ખૂની ખેલ, પંજાબી સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા

praxpatel

દિલ્હીમાં દિલધડક હત્યા: IRS અધિકારીની UPSC ની તૈયારી કરતી પુત્રીની ગળું દબાવી હત્યા, ભૂતપૂર્વ નોકર પર શંકા

praxpatel

સાસુની હત્યા કરી લાશને દફનાવી દીધી, 8 દિવસ બાદ પતિની શંકાએ ખોલ્યો વહુનો કાંડ

praxpatel