ધૂળ, માટી અને પ્રદૂષણની સીધી અસર આપણી સ્કીન પર જોવા મળે છે. તેના કારણે ચહેરો ઓઈલી અને ચીકણો થઈ જાય છે. સ્કીન વધુ તેલીય થવાથી ચહેરા પર ખીલ (પીમ્પલ્સ) થવા લાગે છે. આ ખીલના ડાઘ લાંબા સમય સુધી ચહેરા પર રહી જાય છે. લોકો ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે મોંઘા કોસ્મેટીક પ્રોડક્ટ્સ વાપરે છે. પરંતુ આપણા રસોડામાં જ આનો સચોટ ઈલાજ રહેલો છે. ચોખાનો લોટ સ્કીન માટે કોઈ વરદાનથી કમ નથી. તે ઓઈલી સ્કીનથી મુક્તિ અપાવવાની સાથે ખીલની સમસ્યા પણ દૂર કરે છે.
ચોખાના લોટના મુખ્ય ફાયદા
૧. નેચરલ એક્સફોલિયેટર
ચોખાનો લોટ સ્કીન માટે નેચરલ એક્સફોલિયેટર તરીકે કામ કરે છે. આ લોટ સહેજ કરકરો હોય છે, તેથી તે સ્ક્રબ તરીકે ઉત્તમ કામ કરે છે. તે ચહેરા પરથી ડેડ સ્કીન સેલ્સ અને બ્લેકહેડ્સ દૂર કરે છે. તેનાથી સ્કીન સોફ્ટ અને ગ્લોઇંગ બને છે.
૨. ઓઈલી સ્કીન માટે બેસ્ટ
જો તમારી સ્કીન ઓઈલી છે તો ચાખાનો લોટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેમાં રહેલો સ્ટાર્ચ સ્કીનનું વધારાનું ઓઈલ (તેલ) શોષી લે છે. તેનાથી ચહેરાની ચીકાશ દૂર થાય છે અને ખીલ થવાની શક્યતા ઘટી જાય છે.
૩. ટેનિંગથી છુટકારો
ચોખાના લોટમાં વિટામિન-B અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તે સ્કીન ટોન સુધારવાનું કામ કરે છે. તડકાને કારણે ત્વચા પર થયેલું ટેનિંગ પણ આનાથી દૂર થાય છે. તે ચહેરાના કાળા ધબ્બાને પણ હળવા કરે છે.
૪. એન્ટી-એજિંગ ગુણો
આ લોટમાં ‘એલાન્ટોઈન’ અને ‘ફેરુલિક એસિડ’ જેવા તત્વો જોવા મળે છે. તે ત્વચાને સૂર્યના હાનિકારક યુવી (UV) કિરણોથી બચાવે છે. તે સ્કીનમાં ટાઈટનેસ લાવે છે, જેથી સમય પહેલા ચહેરા પર કરચલીઓ પડતી નથી.
૫. રંગત નિખારે અને ગ્લો લાવે
ચોખાના લોટનો ઉપયોગ કરવાથી ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આનાથી ત્વચાને પૂરતું પોષણ મળે છે અને ચહેરા પર એક નેચરલ ગ્લો આવે છે.
લગાવવાની સાચી રીત
-
સૌપ્રથમ એક વાટકીમાં ૨ ચમચી ચાખાનો લોટ લો.
-
ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ (ખીરું) તૈયાર કરી લો.
-
હવે તમારા ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.
-
ત્યારબાદ આ બનાવેલી પેસ્ટને ચહેરા પર સરખી રીતે લગાવો.
-
પેસ્ટ સુકાઈ ગયા બાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.
<
