Paytm પેમેન્ટ્સ બેંક; ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 24 એપ્રિલ, 2026 ના રોજ ફિનટેક જગતમાં ખળભળાટ મચાવતા ‘પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ’ (PPBL) નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. RBI એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, 24 એપ્રિલના રોજ કામકાજના કલાકો પૂરા થયા બાદથી આ આદેશ અમલી બની ગયો છે.
શા માટે લેવાયો આ નિર્ણય? Paytm પેમેન્ટ્સ બેંક
RBI ના જણાવ્યા અનુસાર, Paytm બેંક સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીના મુખ્ય કારણો નીચે મુજબ છે:
-
નિયમોનું વારંવાર ઉલ્લંઘન અને ગંભીર અનિયમિતતા.
-
ગ્રાહકો અને થાપણદારોના હિતોનું જોખમ.
-
લાઇસન્સ માટેની જરૂરી શરતોનું પાલન કરવામાં નિષ્ફળતા.
आर बी आई ने पे टी एम पेमेंट्स बैंक लिमिटेड का लाइसेंस रद्द किया
RBI cancels the Licence of Paytm Payments Bank Limitedhttps://t.co/9gnglaGjYI— ReserveBankOfIndia (@RBI) April 24, 2026
ગ્રાહકો પર શું અસર થશે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રાહકોના પૈસાનું શું થશે? RBI એ આ અંગે સ્પષ્ટતા કરી છે:
-
નાણાંની સુરક્ષા: બેંક પાસે પૂરતા નાણાં (Liquidity) ઉપલબ્ધ છે, તેથી દરેક ગ્રાહકને તેમના પૈસા પરત મળશે.
-
બેંકિંગ સેવાઓ બંધ: હવેથી Paytm પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની નવી બેંકિંગ સેવાઓ કે વ્યવહાર કરી શકશે નહીં.
-
બંધ કરવાની પ્રક્રિયા: RBI હવે હાઈકોર્ટમાં અરજી કરીને બેંકને સંપૂર્ણપણે બંધ કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરશે.
Paytm બેંક નો ઇતિહાસ અને મુશ્કેલીઓ
Paytm પેમેન્ટ્સ બેંક માટે મુશ્કેલીઓ નવી નથી:
-
માર્ચ 2022: નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મુકાયો હતો.
-
ફેબ્રુઆરી 2024: વોલેટ અને ડિપોઝિટ પર મોટા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
-
એપ્રિલ 2026: આખરે કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવ્યું.
ખાસ નોંધ: જો તમારું ખાતું આ બેંકમાં છે, તો ચિંતા કરશો નહીં. તમારા નાણાં પરત કરવાની ખાતરી RBI દ્વારા આપવામાં આવી છે.
