Gujarat Plus
Breaking News
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

મુખ્ય દ્વાર પર બનાવી દો આ શુભ ચિહ્નો, પ્રસન્ન થશે માં લક્ષ્મી અને ક્યારેય નહીં સર્જાય ધનની કમી!

દ્વાર

શાસ્ત્રો અનુસાર ઘરનો મુખ્ય દ્વાર માત્ર આવવા-જવાની જગ્યા નથી, પરંતુ તે ઉર્જાનો પ્રવેશદ્વાર પણ છે. જો મુખ્ય દ્વાર પર કેટલીક ખાસ વસ્તુઓ અને શુભ ચિહ્નો રાખવામાં આવે, તો નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ કયા ચિહ્નો નસીબ ચમકાવી શકે છે.

શંખ અને ચક્રનું વિશેષ મહત્વ

ધાર્મિક માન્યતાઓ મુજબ શંખ અને ચક્ર અત્યંત શુભ માનવામાં આવે છે. ચક્ર જીવનની નિરંતરતા અને ઉર્જાના પ્રવાહનું પ્રતીક છે. તેને મુખ્ય દ્વારની જમણી બાજુએ એવી ઊંચાઈ પર લગાવવું જોઈએ કે જોનારને સહેજ માથું ઊંચું કરવું પડે. આ ચિહ્ન ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવે છે.

સ્વસ્તિક લાવશે પોઝિટિવિટી

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સ્વસ્તિકથી કરવામાં આવે છે. મુખ્ય દ્વારની બંને બાજુએ સિંદૂર અથવા હળદરથી સ્વસ્તિક બનાવવાથી માં લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

લક્ષ્મીજીના ચરણ અને રંગોળી

મુખ્ય દ્વાર પર માં લક્ષ્મીના ચરણોનું ચિહ્ન બનાવવું અથવા નાની રંગોળી સજાવવી ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ખુશીઓ અને બરકત રહે છે.

તુલસીનો છોડ અને દીવો

તુલસીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મુખ્ય દ્વાર પાસે તુલસીનો છોડ રાખવો અને સાંજના સમયે ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત દ્વાર પર હળદર મિશ્રિત પાણીનો છંટકાવ કરવો પણ શ્રેષ્ઠ છે.

અન્ય શુભ ઉપાયો

  • તોરણ: આસોપાલવ કે આંબાના પાનનું તોરણ (બંદનવાર) લગાવવું શુભ છે.

  • ગણેશજી: મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ અને ‘શુભ-લાભ’ લખવાથી સફળતા મળે છે.

  • સૂર્ય યંત્ર: નકારાત્મકતા દૂર કરવા સૂર્ય દેવનું યંત્ર પણ લગાવી શકાય છે.

(ડિસ્ક્લેમર: આ માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.)

સંબંધિત પોસ્ટ્સ

વિરાટ કોહલી ‘ધુરંધર 2’ જોઈને આશ્ચર્યચકિત: રણવીર સિંહ અને આદિત્ય ધર માટે લખ્યો ખાસ મેસેજ, અનુષ્કા પણ થઈ ફિદા

praxpatel

યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીની નવી ભવિષ્યવાણી

praxpatel

Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મની રિલીઝ પહેલા જ મોટો ઝટકો, છેલ્લા 2 કલાકમાં અનેક શો રદ, જાણો શું છે કારણ?

praxpatel